તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાથમિક શાળાઓમાં બીપીએડના ડિગ્રીધારકોને હળાહળ અન્યાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક તરફ ગુજરાત સરકાર ખેલ મહાકુંભના આયોજન કરી લાખો રૂપિયાના ખર્ચ કરી ગુજરાતના ખેલાડી ઓલિમ્પિકમાં મેડલ મેળવે તેવી આશા રાખે છે ત્યારે વાસ્તવિકતા કાંઇક જુદી જ છે. આજે સમગ્ર ગુજરાતમાં ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં તો શારીરિક શિક્ષણના પાઠયપુસ્તકને જ અલવિદા કરી દેવામાં આવ્યાં છે તેથી તેના શિક્ષકોની નવી ભરતીતો થાય તેવી કોઇ શક્યતા જ નથી. આ સંજોગોમાં રમત-ગમતનુ પ્રેક્ટિકલ અને પાયાનુ માર્ગદર્શન મેળવ્યાં વગર ગુજરાત કેવી રીતે સારા ખેલાડીઓ પેદા કરી શકશે તે સવાલ છે. વળી એકલા ભાવનગર જિલ્લામાં જ ૧૪૦૦ જેટલા બીપીએડના ડિગ્રીધારકોને તો પ્રાથમિક શાળાઓમાં ભરતીની કોઇ આશા જ રહી નથી. આ અંગે ગત વર્ષે પણ રજૂઆત કરવામાં આવી હતી પણ સરકારના કાને આ વાત પડી નથી. હવે આ વર્ષે પુન: ડિગ્રીધારકો લડત માટે સંગઠિત થઇ રહ્યાં છે.

ધો.૬થી ૮માં એટલે કે ઉચ્ચત્તર પ્રાથમિક શિક્ષણમાંથી શારીરિક શિક્ષણના પાઠયપુસ્તકોને જ બાદ કરી નાખવામાં આવ્યાં છે. વર્ષોથી ભરતીનો અભાવ અને હવે તો શિક્ષણમાં ભરતી માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવતા બીપીએડના ડિગ્રીધારકોને નોકરી વગર જ નિવૃતિની વય આવી જાય તેવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. કેટલાક ડિગ્રીધારકો જે ઉચ્ચત્તર પ્રાથમિક શાળામાં ભરતી થવાના હતા તેમની સામે પણ ભરતીમાં કાનૂની અડચણી આવી ગયુલી અને આથી ભરતીમાં વર્ષો વિતી જતા ઘણાની ઉંમર તો ૩પ વર્ષને વટાવી ગઇ છે તયારે હવે સરકારી શાળાઓમાં શારીરિક શિક્ષણના વિષય શિક્ષક તરીકે તો નોકરી મળે તેવી કોઇ સંજોગો રહ્યાં નથી. હવે જે નોકરીમાં લાયકાત ધરાવતી વય વાળા છે તેને તત્કાલ ન્યાય મળે તેવી માંગ બીપીએડના ડિગ્રીધારકોએ કરી છે.

- બીપીએડની છેલ્લે ૨૦૦૬માં ભરતી થયેલી

શાળાઓમાં શારીરિક શિક્ષણના વિષય શિખવવા માટે બીપીએડના ડિગ્રીધારક ની જરૂર ગણાય છે. હાલ તો ધો.૬થી ૮માં આ વિષય જ કાઢી નાખવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઇ.સ.૨૦૦૬માં બીપીએડના ડિગ્રીધારકોની ભરતી કરાયા બાદ એક પણ વખત નવી ભરતી થઇ નથી. આથી જિલ્લાના ૧૪૦૦ જેટલા ડિગ્રીધારકોની હાલત કફોડી બની ગઇ છે. વળી, ઇ.સ.૨૦૦૬માં જેને લેવાયેલા તેને હાલ ધો.૧થી પમાં મોકલી દેવામાં આવ્યાં છે.