આચાર્યએ લેકચરર પત્નીને ધમકી આપીને કાઢી મૂકતા ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તળાજા પંથકની ઘટનાથી ચોતરફ ચકચાર
- પર સ્ત્રી સાથે પતિના આડા સંબંધમાં વારંવાર ત્રાસ અપાતો હતો : બંનેનું પુન: લગ્ન જીવન
શિક્ષણ જગત માટે કલંકરૂપ ગણી શકાય તેવી ઘટના તળાજામાં બની હતી. જેમાં પતિ આચાર્ય દ્વારા લેકચરર પત્નીને ધમકી આપીને કાઢી મુકયાની ફરિયાદ નોંધાવાઇ છે. તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવતા મિત્તલબેન ભાર્ગવભાઇ ધાંધલ્યા હાલ તળાજાની દોશી કોલેજમાં ફરજ બજાવી રહેલ છે, તેઓએ પોતાના પતિ અને દિહોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઇ કરૂણાશંકર ધાંધલ્યા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ખોટી રીતે માર મારી માનસીક શારિરીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેણીને કાઢી મુકી હતી.
આ ઘટનામાં તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબધ હોવાથી છેલ્લા ઘણા સમયથી અવાર નવાર ત્રાસ અપાતો હોવાની ચોંકાવનારી ફરિયાદમાં હકીકત જણાવી હતી. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે, તેણીને અને તેના પતિને આ પુન: લગ્ન જીવન ચાલી રહ્યું છે. આ અંગે તળાજા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.