• Gujarati News
  • Holi Celebration In Salingpur By Pramukhswami Maharaj

પૂ.પ્રમુખસ્વામીના સાનિધ્યમાં સારંગપુરમાં ભવ્યતાથી ઉજવાશે ફુલદોલ ઉત્સવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે લાખ હરિભકતો ભકિતના રંગે રંગાશે

ર્તીથભૂમિ સારંગપુરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી તા. ૧૭મી માર્ચના રોજ ફુલદોલ ઉત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પ્રસંગે દેશ વિદેશમાંથી બે લાખ જેટલા ભકતો ભકિતના રંગે રંગાવા ઉપસ્થિત રહેશે. ઉત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સારંગપુરમાં સ્વામિનારાયણના સમયથી આ ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઇ રહ્યો છે.

ત્યારે આ ભૂમિમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણએ ઉત્સવ પરંપરાને તેમના જ આધ્યાત્મિક અનુગામી પૂ.પ્રમુખ સ્વામી મહારાજે જીવંત રાખી છે. આ ફુલદોલઉત્સવ નિમિતે સારંગપુર બોટાદ અને ધંધુકા વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ અને વ્યસન મુકિત અભિયાન ચાલી રહ્યા છે. ઉત્સવમાં હરિભકતોની વ્યવસ્થા કરવા માટે તૈયારીઓ થઇ રહી છે. અને ૩૦ જેટલા સેવા વિભાગોની રચના કરાઇ છે.

૧પ લાખ ચોરસ ફુટના વિશાળ મેદાનમાં સભા મંડપ તૈયાર કરાઇ રહ્યો છે. બંગાળમાંથી પધારેલ કલાકારો મંચનુ સુશોભન કરી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યામંદિરની બાજુમાં મેદાનમાં આ ઉત્સવની મુખ્ય સભા તા.૧૭મીએ સાંજે ૪ વાગ્યે શરૂ થશે જયાં સદગુરૂ સંતોના પ્રેરક પ્રવચનો, આશિર્વચન અને ભકિત ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે.