૪૧.૪ ડિગ્રીએ ભાવનગર ભઠ્ઠીમાં શેકાયું, બોટાદમાં કમોસમી ઝાપટું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૪૧.૪ ડિગ્રી ગરમીમાં ૨૯ ટકા ભેજ ભળતા બપોરે અસહ્ય ઉકળાટનો અનુભવ
ભાવનગર શહેરમાં સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉંચુ રહેતા શહેરીજનો બપોરના સમયે આજે પણ ભઠ્ઠી શેકાતા હોય તેવો અનુભવ કર્યો હતો. સાંજે વાદળા છવાતા થોડી રાહત મળી હતી. ૪૧.૪ ડિગ્રી તાપમાન હોય અને તેમાં હવામાં ૨૯ ટકા ભેજ ભળતા ઉકળાટથી નગરજનો ત્રાહિ‌મામ પોકારી ગયા હતા.
આખો દિવસ અસહ્ય બફારો રહ્યા બાદ સાંજના સમયે એકાએક વાદળો છવાઇ જતા કાળઝાળ ગરમીમાં થોડી રાહતનો અનુભવ થયો હતો. ભાવનગર શહેરમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ૨૯.૭ ડિગ્રી સેન્ટીગ્રેડ થતા રાત્રે પવન પણ અકળાવનારો રહે છે.

- બોટાદમાં અસહ્ય ઉકળાટ બાદ ઝાપટું

બોટાદ શહેરમાં આજે સવારથી જ ભારે ઉકળાટ અનુભવાયા બાદ સાંજના ૬-૩૦ કલાક આસપાસ વાતાવરણમાં અણધાર્યો પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટું વરસતા ગરમીમાં તત્કાલ રાહત મળી હતી.
વધુ તસવીરો જોવા માટે ફોટો સ્લાઈડ કરો...