• Gujarati News
  • Guru Shankracharay Speech About Narendra Modi In Bhavnagar

નરેન્દ્ર મોદી મજબૂત મનોબળના માણસ : જગતગુરૂ શંકરાચાર્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ધર્મ ગોષ્ઠીમાં ઉપસ્થિત ગુરૂ શકંરાચાર્ય અને અન્ય સંતો)

- નરેન્દ્રભાઈ મોદી ઉપર જેટલા આક્ષેપો, આરોપો લાગ્યા તે સામાન્ય માણસ ઉપર લાગે તો મરી જાય
- ધર્મ-રાજકારણ: નિશ્ચલાનંદ સરસ્વતીજીનું સંગોષ્ઠિ સંબોધન

ભાવનગર:
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યક્તિ અભ્યાસ રજૂ કરતાં પુરીપીઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, મોદી અત્યંત મજબૂત મનોબળના માણસ છે, જે રીતે તેઓ સામે આક્ષેપો અને આરોપો લાગ્યા છે તે જો સામાન્ય વ્યક્તિ ઉપર લાગ્યા હોય તો તે ક્યારના મરી ગયા હોય.

ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે આજે ‘સનાતન ધર્મની અવધારણા: ભારતની વિશ્વગુરૂના રૂપમાં સંભાવના’ વિષય ઉપર આયોજીત સંગોષ્ઠિ સંબોધનના એક પ્રશ્નના ઉત્તરમાં બોલતા હિંદુ ધર્મના સૌથી વધુ પૂજનીય શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, ચા વાળામાંથી મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદ સુધી પહોંચવા માટે નરેન્દ્ર મોદીમાં પ્રારબ્ધ તેમજ પુરૂષાર્થનો સરવાળો જોવા મળે છે. પ્રશ્નકર્તાએ સારા અને ખરાબ કર્મોના ફળ માટે પૃચ્છા કરી હતી. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને નરેન્દ્ર મોદીની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ ઉપરાંત પ્રશ્નકર્તાઓએ મોક્ષ શું છે, તે કઈ રીતે મળે, સનાતન ધર્મની અવધારણા, મનુષ્ય અવતાર બે-ત્રણ જન્મો સુધી મળે વગેરે જેવા ગૂઢ પ્રશ્નો પણ પૂછયા હતા.
સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ દિશાહિન

નિશ્ચલાનંદજીએ જણાવ્યું હતું કે ખરેખર તો સાયન્સનો ઉપયોગ કોઈ સાધનની ઉત્પત્તિ, તેનો નાશ, ઉપયોગિતા બતાવતા માટે થવો જોઈએ પરંતુ અત્યારના સમયમાં સાયન્સ સાથે ટેક્નોલોજીનો દુરૂપયોગ થઈ રહ્યો છે. વિજ્ઞાન દિશાવિહીન જણાઈ રહ્યું છે. પાણી, પવન, પ્રકાશ તે દરેકમાં વિજ્ઞાનને પરિણામે વિકૃતિ આવી છે.
આગળ વાંચો વિજ્ઞાનના દૂરઉપયોગથી સંસ્કૃતિને હાનિ પહોંચી છે