તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરઃ નબળું પરિણામ છતાં ૨૦% શાળામાં જ ગુણોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આ વર્ષે ભાવનગર જિલ્લાની ૨૪૦ પ્રાથમિક શાળામાં ગુણોત્સવનું આયોજન ઘડાયું
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારા માટે છેલ્લાં ચારેક વર્ષથી નિયમિત પણે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ગત વર્ષે ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળા કક્ષાના ગુણોત્સવમાં ટોપ-૧૦ માં પણ ક્યાંય નંબર ન હતો અને નબળું પરિણામ હતું છતાં આ વર્ષે ગુણોત્સવ હોય તેવી શાળાઓની સંખ્યામાં વધારો કરવાને બદલે ૧૦ ટકા ઘટાડો કરી દેવાતા રાજ્ય સરકારની નિયત સાફ થઇ ગઇ છે. ગત વર્ષે ૩૦ ટકા શાળાઓમાં ગુણોત્સવ હતો.
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધરે અને શાળાઓમાં આંતરમાળખાગત સુવિધાઓ વધે તે હેતુથી રાજ્ય સરકાર દર વર્ષે ગુણોત્સવ યોજે છે. ગત વર્ષ,૨૦૧૩માં પ્રાથમિક કક્ષાના ગુણોત્સવમાં ગિજુભાઇ બધેકા, નાનાભાઇ ભટ્ટ અને હરભાઇ ત્રિવેદી જેવા રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષણશાસ્ત્રીની ભૂમિ ભાવનગર જિલ્લાનું પરિણામ અત્યંત નબળું રહ્યું હતુ. રાજ્યમાં સર્વશ્રેષ્ઠ એ ગ્રેડમાં શાળા કક્ષાની ગુણવત્તા મૂલ્યાંકનમાં ભાવનગર જિલ્લાનો નંબર સાવ તળીયે એટલે કે ૧૯મો નંબર હતો ગ્રેડ પ્રમાણે જોઇએ તો ભાવનગર જિલ્લામાં ૧૨૦૦ જેટલી શાળામાંથી માત્ર ૧૧૭ શાળાઓને જ એ ગ્રેડ મળ્યો હતો.
આ વર્ષે તમામ ફરી શાળાઓમાં એક વખત ગુણોત્સવ યોજવાની જરૂર હતી પણ સરકારી શિક્ષણ વિભાગને શું મતિ સૂઝી કે માત્ર ૨૦ ટકા શાળાઓમાં જ ગુણોત્સવ યોજવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ૧૨૦૦ પૈકી ૨૪૦ શાળાઓમાં ગુણોત્સવ છે. ખરેખર તો બી, સી અને ડી ગ્રેડવાળી તમામ ૧૦૮૦ જેટલી શાળાઓમાં ગુણોત્સવ યોજવાની જરૂરીયાત હતી. વળી દિવસો પણ ઘટાડી દેવામાં આવ્યા છે.
ગુણોત્સવની પરંપરા રહી છે કે ત્રણ દિવસ સુધી યોજાય છે. પણ આ વખતે બે જ દિવસ રખાયા છે. તા.૧ માર્ચ અને તા.૨ માર્ચ, ગુણોત્સવ છે. આમ ૨૦૧૩ના વર્ષમાં ભાવનગર જિલ્લાનું ગુણોત્સવનું નબળું પરિણામ રહ્યું હોવા છતાં માત્ર ૨૦ ટકા શાળાઓમાં જ ગુણોત્સવ થશે તે શિક્ષણ વિભાગનો નિર્ણય ગળે ઉતરે તેવો નથી.
- પસંદગી રાજ્ય કક્ષાએથી થઇ છે...
આ શાળઓની પસંદગી રાજ્ય કક્ષાએથી કરવામાં આવી છે. ૨૪૦ શાળાઓ છે. જેમાં જિ.પં., ર્કોપોરેશન, ગ્રાન્ટેડ અને આશ્રમ શાળાઓનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે ૧૨૦ અને બીજા દિવસે ૧૨૦ એમ ચકાસણી થશે.ઓએમઆર પદ્ધતિએ કસોટી લેવાશે. ધો.૧થી પમાં વાંચન, ગણન અને લેખન તેમજ ધો.૬થી ૮માં વિષયવસ્તુઓને આવરી લેતી કસોટી લેવાશે. આ માટે ૧૨૦ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ૩૬૦ મૂલ્યાંકનકારો રહેશે. આ અભિયાન અંતર્ગત અધિકારીઓની ટીમોની રચના થઇ ગઇ છે અને કાર્યનો આરંભ થઇ ગયો છે.
આર.એસ.ઉપાધ્યાય, ડે.ડીપીઇઓ
- રાજ્યમાં છેક ૧૯મો નંબર...
ભાવનગર જિલ્લાનો તેજસ્વી ગણાતા એ ગ્રેડમાં તો છેક ૧૯મો નંબર થઇ ગયો છે. ભાવનગરથી આગળ હોય તેવા જિલ્લાઓમાં અમરેલી, દાહોદ, પંચમહાલ, વલસાડ, સાબરકાંઠા જેવા અગાઉ ભાવનગરથી પાછળ હતા તેવા જિલ્લાનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો