ગ્રીન સિટી દ્વારા આ વર્ષે ભાવનગરમાં પ૦૦ વૃક્ષો ઉછેરવાનું આયોજન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે વર્ષમાં ગ્રીન સિટીના દેવેનભાઈ શાહ દ્વારા
૧૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી થઇ રહેલો ઉછેર


ગ્રીન સિટી સંસ્થા દ્વારા ભાવનગર શહેરને હરિયાળું બનાવવા માટે છેલ્લાં બે વર્ષથી અભિયાન ચલાવાઇ રહ્યું છે. બે વર્ષના સમયગાળામાં આ સંસ્થા દ્વારા શહેરમાં અંદાજે ૧૧૦૦ વૃક્ષોનું રોપણ કરી યોગ્ય રીતે ઉછેર કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ ગ્રીન સિટી દ્વારા ચિત્રાથી વિઠ્ઠલવાડી હાઇ-વેથી પર રોડની બન્ને સાઈડની બાજુએ અંદાજે પ૦૦ વૃક્ષો રોપી તેને ઉછેરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. શહેરમાં હાલમાં રબ્બર ફેકટરી રોડથી માધવ દર્શન સુધીના રોડ પર બન્ને બાજુએ ગુલમહોરના વૃક્ષો કેસરી ફુલો સાથે લહેરાઇ રહ્યાં છે.

ગ્રીન સિટી સંસ્થાના દેવેનભાઇ શેઠ દ્વારા ભર ઉનાળાની સિઝનમાં તેની મોટરકારમાં ૧૦-૧૦ લિટરના પાણીના કેરબા ભરી વૃક્ષોને પાણી પાવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રીન સિટી સંસ્થાએ વૃક્ષોને પાણી માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરી છે. આમ, ગ્રીન સીટી સંસ્થાના દેવેનભાઇ શેઠ અને તેમની ટીમની જહેમત રંગ લાવી રહી છે.