મનહરની ગુજરાતી ગઝલોનું ઓસ્ટ્રેલિયામાં થશે વિમોચન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી ગઝલને વિશ્વભરમાં લોકપ્રિય બનાવનારા અને જાણીતા ફિલ્મી પાર્શ્વગાયક મનહર ઉધાસના નવા ગુજરાતી ગઝલ આલ્બમ આર્શી‍વાદનુ વિમોચન ઓસ્ટ્રેલિયાના પાંચ પ્રમુખ શહેરોમાં ગુજરાતી ગઝલના પ્રચંડ શો યોજીને થવા જઇ રહ્યુ છે. આ ઘટના ગુજરાતી ગઝલ માટે અભૂતપૂર્વ અવસર બની રહેશે.
આ અંગે માહિ‌તી આપતા ભાવનગરના ધારાશાસ્ત્રી અને સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલના ટ્રસ્ટી નાઝિર સાવંતે જણાવ્યુ છે કે મનહરે જે ગઝલો વિશ્વસ્તરે ગુંજતી કરી છે તેમાં ભાવનગરનુ યોગદાન પણ અનન્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનહર ઉધાસે પોતાનુ ઇજનેરીનુ શિક્ષણ ભાવનગરમાં લીધું હતુ.