• Gujarati News
  • Fertilizers Politics, Disease, Grounded Plant Victims

ખાતરને રાજકારણનો રોગ, લેવાયો છોડનો ભોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખાતરને રાજકારણનો રોગ, લેવાયો છોડનો ભોગ
-
ખેડૂતો ખફા | ગઢડા, સિહોર, ઘોઘા, ઉમરાળા પથંકને નજીવો જથ્થો ફાળવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો
-
ખેડૂતોના દેકારા વચ્ચે સૌરભભાઇના બોટાદને 520 અને જ્યાં ચંૂટણી છે તે તળાજાને 372 મે. ટન યુરિયા ફાળવાયું

ભાવનગર. ભાવનગર જિલ્લામાં ખરીફ સીઝનમાં યુરિયા ખાતરની ફાળવણીમાં પણ રાજકારણ ભળ્યંુ હોવાનો દેકારો થયો છે. છેલ્લા એકથી દોઢ મહિનાથી ભારે માંગણી વચ્ચે ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ વધુ એક રેક જીએનએફસીની ફાળવાતા તેની વિતરણ વ્યવસ્થામાં વાસ્તિવક ડિમાન્ડના બદલે રાજકીય આગેવાનોના ઇશારે જથ્થાની ફાળવણી કરાઇ હોવાનું બહાર આવતા ખેડૂત વર્ગમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. તાજેતરમાં છેલ્લી રેકમાં ભાવનગરને 798 મેટ્રીક ટન યુરિયા ખાતર ફાળવાયું છે.
ભાવનગર જિલ્લામાં ખરીફ સીઝન માટે યુરિયા ખાતરની ભારે ડિમાન્ડ ઉભી થઇ છે. ભાવનગર જિલ્લામાં કુલ વાવેતરમાં 2.15 લાખ હેકટરમાં માત્ર કપાસ અને 60 હજાર હેકટરમાં મગફળીનો પાક ઉભો છે ખાસ કરીને કુમળા કપાસના છોડના વિકાસ માટે યુરિયા ખાતર ફાયદારૂપ બની શકે તેમ છે. સમયસર વરસાદ પડ્યો છે જેની સામે ખાતરની જરૂરિયાત વધુ ઉભી થઇ છે. ખેડૂતોને પુરતું ખાતર મળી રહે તે માટે દરેક તાલુકાઓથી માંગણી ઉઠી રહી છે.
આવી સ્થિતિ વચ્ચે હાલમાં જીએનએફસી દ્વારા 798 મે.ટન યુરિયા ખાતર ફાળવાયું છે, પણ આ ખાતર વિતરણમાં રાજકીય નેતાઓના ઇશારે ફાળવણી કરાઇ હોવાનો રોષ ખેડૂતો ઠાલવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકાના નજીવા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવતા ખેડૂતોમાં ભારોભાર નારાજગી જન્મી છે.
વાંચો આગળ,દિવ્ય ભાસ્કરે કરી સીનિયર મેનેજર સાથે સીધી વાત, ભાવનગરમાં 20 હજારથી વધુ ખેડુતોનાં 6 તાલુકા, યુરિયાનાં વધુ ભાવ લેતા લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા.....