ભારત બન્યું આત્મહત્યાની રાજધાની, ગુજરાતમાં રોજ 16 મહિલાઓ જિંદગી ટૂંકાવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ગુજરાતમાં રોજ 16 મહિલાઓ જિંદગી ટૂંકાવે છે
-1 વર્ષમાં આત્મહત્યાના કેસોમાં 12%નો વધારો : સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયત્ન વધારે કરે છે જયારે પુરૂષો વધુ સફળ રહે છે

ભાવનગર : સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ આપઘાત નિવારણ દિન તરીકે મનાવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ પ્રજાજનોમાં જાગૃતિ કેળવી વધતા જતા આપઘાતના કિસ્સા"માં ઘટાડો કરવાનો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક વર્ષમાં આત્મહત્યાના કેસોમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. તો છેલ્લા એક દશકામાં સમગ્ર વિશ્વમાં આત્મહત્યાના કેસોમાં ૬૦ ટકાનો જબ્બર વધારો થયો છે. દુનિયાના ૩૦ ટકા આપઘાતના કેસો ભારત અને ચીનમાં નોંધાય છે. તો નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે ભારતમાં રોજ ૩૭૦ લોકો જિંદગી ટૂંકાવે છે. દેશમાં છેલ્લા ત્રણ જ વર્ષમાં ચાર લાખ આપઘાત નોંધાયા છે. મહિ‌લા આયોગનો રિપોર્ટ જણાવે છે કે ગુજરાતમાં રોજ ૧૬ સ્ત્રી" આપઘાત કરે છે.

આત્મહત્યા કે આપઘાતના બનાવો કેમ બન્યા તેનું સર્વાંગી અને ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. આમ છતાં છેલ્લાં સંશોધન મુજબ વધુ ઉંમર, વૃદ્ધાવસ્થા, દારૂ-અફિણ કે બ્રાઉન સ્યુગરનું વ્યસન, વ્યક્તિએ ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય, ડિપ્રેશન મેનિયા, સ્ક્રિ‌ઝોફેનિયા, સનેપાત જેવી માનસિક બિમારી હોય, કૌટુંબિક મદદનો અભાવ કે નાણાભીડ જેવા કારણો મુખ્ય ભૂમિકા ભજવે છે.તો ભાવનગર જિલ્લામાં જોઇએ તો ધંધા-રોજગારીનો અભાવ, આર્થિ‌ક ભીંસ, હીરામાં મંદી, દુષ્કાળની પરિસ્થિતિ, વ્યાજખોરોની ડાયરીનું દુષણ, કૌટુંબિક સમસ્યા, વિદ્યાર્થી‍"માં ભણતરનો ભાર જેવા કારણો મુખ્ય જોવા મળે છે.

એક તુલના બાદ બહાર આવેલા તારણ મુજબ સ્ત્રી" આત્મહત્યાનો પ્રયત્ન વધારે કરે છે જ્યારે પુરૂષો આપઘાત કરવામાં વધુ સફળ રહે છે. સામાન્ય રીતે આપઘાતનો પ્રયાસ કરનાર ચાર વ્યક્તિમાંથી ત્રણ સ્ત્રી" હોય છે.તબીબી સંશોધનો દ્વારા એ વાત પણ સાબિત થઇ છે કે એકલતા આપઘાતનું જોખમ વધારે છે જયારે અન્ય સાથેનું જોડાણ કે સહાય તેમાં ઘટાડો કરે છે.

આગળ વાંચો કેવી રીતે મદદરૂપ થઇ શકાય