તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આધાર’ના કર્મચારીઓ જ નિરાધાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૪ કેન્દ્રો પર કામગીરી સંભાળી રહેલા સ્ટાફનો પગાર ફેબ્રુઆરીથી અટકી પડતા પરિવારોની સ્થિતિ લાચાર

રાષ્ટ્રીય કામગીરી 'આધાર’ના કર્મચારીઓનાં પરિવારનો આધાર સમો પગાર જ ફેબ્રુઆરી મહિ‌ના બાદ અટકી પડતા તેઓની સ્થિતિ નિરાધાર બની ગઇ છે.શહેરના કુંભારવાડા, શિવાજીસર્કલ, ટાઉનહોલ, ભરતનગર સહિ‌તના અલગ - અલગ ૧૪ કેન્દ્રો પર આધારકાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે.જેમાં સામાન્ય માણસોનો અધિકાર મેળવવા લોકોને તો અગવડતાઓ પડી જ રહી છે પરંતુ તેની સાથે કર્મચારીઓની હાલત પણ કફોડી થઇ છે. વેરિફાયર તરીકે ફરજ બજાવતા સ્ટાફને છેલ્લા ૪ મહિ‌નાથી પગાર જ મળ્યો નથી. પરિણામે તેમના ઘરનું રૂટિન બજેટ ખોરવાઇ ગયું છે. ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી દેશની યુઆઇડી યોજના હેઠળ આધારકાર્ડ વહેંચણીની કામગીરી ચાલી રહી છે. જેમાં અનેક પ્રકારની સમસ્યાઓ અત્યાર સુધીમાં ઉભી થઇ છે.

- ર્કોપો.ના કાયમી કર્મી.ને પડતા મૂકીને નિવૃત્તોને લેવાયા

આધાર કાર્ડની કામગીરીમાં પહેલા ર્કોપોરેશનના જ કાયમી કર્મચારીઓને મુકવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સ્ટાફની અછત સર્જા‍તા નિવૃત્તોને વેરિફાયર તરીકે લેવામાં આવ્યા છે. ત્યારે નિવૃત્તોના જ પગાર અટકી પડતા તેઓની સ્થિતિ કામ કરતા હોવા છતાં દયનીય બની ગઇ છે.

- માત્ર પ,૦૦૦ રૂ.નો સવાલ

દરેક વેરિફાયર સિનિયર સિટિઝનોને એક આધાર ફોર્મ દીઠ ૨ રૂા. ચૂકવવામાં આવે છે. આમ, બધાં કેન્દ્રો ઉપર વેરિફાયરોને સરેરાશ પ હજાર રૂપિયા જેટલા ચૂકવવાના થાય છે, છતાં કડકી ર્કોપોરેશન તેઓને આ રકમ સમયસર ચૂકવી શકતી નથી.

- સીધી વાત
ફાલ્ગુન શાહ
સહાયક નોડલ અધિકારી, યુ.આઇ.ડી., ભાવનગર ર્કોપોરેશન

- સરકારમાંથી ગ્રાંટ જ નથી આવી...
પ્રશ્ન : - શું વેરિફાયરોને પગાર જ નથી અપાતો ?
જવાબ :- અપાઇ છે પરંતુ ફેબ્રુઆરી બાદ આપી શકાયો નથી.
પ્રશ્ન : - શા માટે કર્મચારીઓની મજાક થાય છે ?
જવાબ :- સરકારમાંથી ગ્રાંટ જ નથી આવી.
પ્રશ્ન : - તો હવે પગાર કયારે થશે ?
જવાબ :- અન્ય ગ્રાંટનો ઉપયોગ કરીને હાલ, માર્ચ-એપ્રિલ એમ બે મહિ‌નાનો પગાર આપી દેશું.