પાલિતાણા એજ્યુ. સોસા.ની ચૂંટણીમાં રસાકસી, ૨૧ ઉમેદવારો મેદાનમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહની ઉમેદવારીથી પ્રતિષ્ઠાનો જંગ જામ્યો

પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના મેનેજીંગ કમિટીના ૧પ સભ્યોની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે. આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના સભ્યો ઉભા રહ્યા છે. તો એ પણ હકીકત છે કે, માજી ધારાસભ્ય સરવૈયાની પેનલના ૧પ સભ્યો સામે ૬ ઉમેદવારો ઉભા રહેતા પ્રતિ‌ષ્ઠાનો જંગ જામ્યો છે. પાલિતાણા એજ્યુકેશન સોસાયટીની મેનેજીંગ કમિટિના ૧પ સભ્યોની ચૂંટણી ૧લી જૂને યોજાશે. આ બેઠકો માટે હાલમાં ૨૧ ઉમેદવારો મેદાનમાં છે.

સોસાયટીમાં ૩૦૭ મતદારો છે. આ સોસાયટી દ્વારા કન્યા વિદ્યાલય, હાઇસ્કૂલ, મહીલા કોલેજ, બાલ મંદિરનું સંચાલન કરી રહેલ છે. પરંતુ શૈક્ષણિક સંસ્થાની ચૂંટણીમાં રાજકારણ ભરતા ભારે રાજકિય ગરમાવો આવ્યો છે. સોસાયટીની ચૂંટણીમાં વર્તમાન કમિટીના કે.ડી.ત્રિવેદી અને જસ્મીન મોદીને સત્તાધારી પેનલમાંથી પડતા મુકાયા છે. જ્યારે પરેશ શુકલ અને ચેતન શાહનો સમાવેશ કરાયો છે. આ બંને નગર પાલિકાના માજી પ્રમુખ પ્રવિણભાઇ ગઢવીના ટેકેદારો છે આ ચૂંટણીમાં માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ ઝુંકાવતા રાજકિય ગરમાવો જામ્યો છે. ગત ધારાસભાની ચૂંટણીમાં તેઓ પરાજીત થયા હતા એ પણ હકીકત છે.

એજ્યુકેશન સોસાયટીના વર્તમાન પ્રમુખ મયુરસિંહ સરવૈયા છે. જ્યારે સત્તાધારી પેનલમાં મહેન્દ્રસિંહ સરવૈયા જોડાઇ જતા તેની આગેવાની નીચે સત્તાધારી પેનલ કામે લાગી છે. એ પણ નોંધનિય છે કે મહેન્દ્રસિંહ ભાજપના આગેવાન છે તેની જ સામે ઉભેલા ઉમેદવારોમાં કીરીટભાઇ લકુમ ભાજપના અગ્રણી અને જીલ્લા ભાજપ કારોબારી સભ્ય છે. તેમજ શહેર ભાજપ અગ્રણી મનોજભાઇ દેસાઇ પણ તેની લડી રહ્યા છે. સોસાયટીની ચૂંટણીના પગલે રાત્રે ગૃપ બેઠકો, રાજ માર્ગો પર પ્રચાર સહિ‌તનો માહોલ જોવા મળી રહ્યો છે.

- શિક્ષણમાં રાજકારણ ન હોવું જોઇએ

શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકારણ લાવવું ન જોઇએ.ખરેખર તો સારી અને ખ્યાત સંસ્થાઓ રાજકારણથી પર હોવી જોઇએ.
અશોકભાઇ-નૈનાણી, પ્રમુખ શહેર ભાજપ પાલિતાણા

- કોણે કોણે ઉમેદવારો નોંધાવી?

સોસાયટીના પૂર્વ પ્રમુખ અને માજી ધારા સભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આગેવાની નીચે સત્તાધારી પેનલ દ્વારા ગોરજીયા નિતિનભાઇ એન., ગોટી બટૂકભાઇ વી., ત્રિવેદી નરેન્દ્રભાઇ જી., દોશી ડો.ઘનશ્યામભાઇ, પડંયા નરેન્દ્રભાઇ જ., રાઠોડ મિલનભાઇ કે., શાહ ચેતનભાઇ એ., શાહ નરેન્દ્રભાઇ હી., શિહોરા ઘનશ્યામભાઇ વ., શુકલ અરૂણભાઇ જ., શુકલ પરેશભાઇ એસ., શેઠ ભાવેશભાઇ બા., શેઠ આર.આર., સરવૈયા મયુરસિંહ એચ., સરવૈયા મહેન્દ્રસિંહ પી. મળીને કુલ ૧પ સભ્યો ઉભા છે. જેની સામે કિરીટભાઇ લકુલ, મનોજભાઇ દેસાઇ, કે.ડી.ત્રિવેદી, નરેશભઇ શુકલ, દિપકભાઇ શાહ અને અશોકભાઇ પંડયા મેદાનમાં ઉતર્યા છે.