તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં પ્રથમ ભાવનગર જિ.પં. શિક્ષણ સમિતિની બનશે વેબસાઈટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓ-શિક્ષકોના સન્માન, શાળાઓ દત્તક આપવા સહિ‌તના શિક્ષણ સમિતિની બેઠકમાં ઠરાવ થયા

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકનું શિક્ષણ ક્ષેત્ર પણ ટેક્નોસેવી થતું જતુ હોય તેમ રાજ્યમાં સર્વ પ્રથમ ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શિક્ષણની તમામ માહિ‌તી સાથેની વેબસાઈટ બનાવવામાં આવશે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની કોરમના અભાવે મુલત્વી રહેલી બેઠક આજે મળી હતી. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની વેબસાઈટ બનાવવા માટે ઠરાવ કરાયો હતો. વેબસાઈટમાં જિલ્લા પંચાયતની શિક્ષણને લગતી સઘળી વિગત જેવી કે શાળાના ઓરડાની વધ-ઘટ, શિક્ષકોની સંખ્યા અને વધ-ઘટ, શાળાઓની સુવિધા, નિયમો, સમિતિના હોદ્દેદારો, વિશષ્ટિ લેખો, સન્માનિય વ્યક્તિઓથી માંડી જીણામાં જીણી માહિ‌તી મુકવામાં આવશે.

તદ્દઉપરાંત જિલ્લાની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પ્રતિભાઓ-કૌશલ્યોને ઉજાગર કરવા આગામી ઓગષ્ટ માસમાં આવા વિદ્યાર્થી અને શિક્ષકોનું સન્માન કરવા અને જિલ્લાની શાળાઓના જર્જરિત થયેલા ૯૩ ઓરડાઓને નવા બનાવવા સમિતિના ચેરમેન રમેશભાઈ પરમાર અને સમિતિએ નિર્ણય કર્યો હતો.તેમજ જિલ્લા પંચાયતની શાળાઓને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સભ્યો અને આગેવાનોને શાળા દત્તક આપવાનો અને તિથિ ભોજનના દાતાઓને અભિનંદન પત્ર મોકલવાનો પણ ઠરાવ કરાયો હતો.

- જિલ્લામાં ૧૧૭૮૯૦ વિદ્યાર્થીઓ વૃક્ષનું રોપણ કરશે

જિલ્લા પંચાયતની નવનિયુક્તિ શિક્ષણ સમિતિ નવા-નવા સરાહનીય અભિગમ અપનાવે છે. ત્યારે વૃક્ષની મહત્વતા અને પર્યાવરણની જાળવણી સમજી શકે તે માટે જિલ્લા પંચાયતની શાળાઓમાં ધોરણ ૬થી૮માં ૧,૧૭,૮૯૦ વિદ્યાર્થીઓ દરેકે એક-એક વૃક્ષ પોતાની વાડી અથવાઘર આંગણે વાવવા વિદ્યાર્થીઓને શાળામાં સંકલ્પ લેવરાવાશે અને તેનું રજીસ્ટર નિભાવી તે માટે વિદ્યાર્થીઓની સમિતિ રચી ઘરે-ઘરે જઈ જાળવણીનીનોંધ કરશે તેમજ શિક્ષકો પણ રેન્ડમલી ચેક કરશે ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરી જુલાઈ માસ દરમિયાન વૃક્ષ ઉછેર અભિયાન હાથ ધરાશે.