વહેલી સવારે મંગળ, બુધ અને ગુરૂના ગ્રહના દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વહેલી સવારે મંગળ, બુધ અને ગુરૂના ગ્રહના દર્શન
-બુધની કળા નિહાળવાની તક મળશે
-વહેલી સવારે પીળા રંગના ગુરૂ, લાલ રંગનો મંગળ અને બુધના ગ્રહને નિહાળવાનો અનેરો મોકો
શિયાળાની ગુલાબી ઠંડીનો આરંભ થતા વોકર્સ અને જોગર્સની મોસમ શરૂ થઇ ગઇ છે.પ્રભાતમાં આ પ્રવૃતિ કરતાં કરતાં મંગળ, બુધ અને ગુરૂના ગ્રહને આકાશમાં જોવાનો લાભ લેવા જેવો છે.
આ અંગે વધુ વિગત આપતા ભાવનગરના ખગોળપ્રેમી પ્રા.સુભાષભાઇ મહેતા જણાવે છે કે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે મધ્યાકાશમાં આછા પીળા રંગનો મોટો તારા જેવો લાગતો ગુરૂનો ગ્રહ મિથુન રાશિમાં જોવા મળે છે. લાલ રંગનો મંગળ ગ્રહ બાજુની સુંદર દેખાતી સિંહ રાશિમાં જોવા મળશે. બે દિવસ પહેલા જ મંગળની સફરે જવા મોમ એટલે કે માર્સ ઓર્બિ‌ટલ મિશન રવાના થયુ છે. પ્રભાતમાં ૬-૧પ કલાકથી ૬-૪પ સુધી પૂર્વ દિશામાં સૂર્યોદય પહેલા બુધ ગ્રહ જોવા મળશે. અત્યારે બુધ ગ્રહ ઉપર વદ ૧૪ હોય, બુધ ચંદ્રની જેમ જે કળા કરે છે તે પણ નરી આંખે જોવા મળશે. ગગનમાં ગુરૂ, મંગળ અને બુધના ગ્રહને વહેલી સવારે નરી આંખે નિહાળવાનો મોકો ખગોળ પ્રેમીઓએ ચૂકવા જેવો નથી.