પાલિતાણા ખાતેથી નકલી ઘી સાથે વેપારી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - નકલી ઘીના ડબ્બા)
-પોલીસે નકલી ઘીનાં 40 ડબ્બા અને સાધનો સહિત રૂા.77,400નો મુદ્દામાલ કબ્જે કર્યો
-ભ્રષ્ટાચાર| જૂનાગઢ આર.આર.સેલ અને પાલિતાણા પોલીસે દરોડો પાડ્યો


ભાવનગર: જૂનાગઢ આર.આર.સેલ અને પાલિતાણા ટાઉન પોલીસે સંયુક્ત રીતે આયંબીલ જીવન પાસે આવેલ ઘીની દુકાને દરોડો પાડી રૂા.77000નાં નકલી ઘીના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી હતી. આ ઘટનાએ પાલિતાણા પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. તો કેટલાક વેપારીઓ સાવધ થઇ ગયા હતા.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ આર.આર.સેલને બાતમી મળેલ કે પાલિતાણામાં મોટાપાયે નકલી ઘી બનાવી વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પાલિતાણા પોલીસને સાથે રાખી જૂનાગઢ આર.આર.સેલ.નાં હે.કો. હઠીસિંહ ચંદ્રસિંહ સરવૈયાએ સ્ટાફ સાથે આયંબિલ ભુવન પાસે આવેલ દેવાંગ નરેન્દ્રભાઈ કપાસીની મહાવીર ઘી ભંડાર નામની દુકાને અને તેના ઘરે દરોડો પાડી નકલી ઘીનાં ડબ્બા 40, 2 ચુલા, બેરલ 1, નકલી ઘી બનાવવા માટેનું કેમિકલ સહિત કુલ રૂા.77,.400નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ અંગે જૂનાગઢ આર.આર.સેલના હે.કો. હઠીસિંહે દેવાંગ કપાસી વિરૂદ્ધ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નકલી ઘી બનાવવા અને વેચાણ કરવાનાં ગુનામાં વેપારી દેવાંગ કપાસીની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસે ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવેલ છે. આ ઘટના બનતા પાલિતાણા પંથકના વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.