• Gujarati News
  • Dredging Of The Largest In The History Of Bhavnagar Jiemabi

ભાવનગર જીએમબીના ઇતિહાસમાં સૌથી મોટું ડ્રેજીંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સ માટે ૧૧પ કરોડના ખર્ચે ૩૦ લાખ ક્યૂબિક મીટર ડ્રેજીંગ હાથ ધરાશે સમગ્ર ચેનલમાં પ મીટરનો ડ્રાફ્ટ મળશે : મુંબઈ ખાતે તા. પ જૂનના રોજ સેમિનાર યોજાશે

ઘોઘા અને દહેજ વચ્ચેની રોલ ઓન રોલ ઓફ (રો-રો) ફેરી સર્વિ‌સ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) તેના અસ્તિત્વના ૩૦ વર્ષમાં સૌથી મોટો ડ્રેજીંગ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં જીએમબી દ્વારા પ્રથમ વખત ટર્મિ‌નલ બનાવવામાં આવી રહ્યા છે, અને રો-રો ફેરી સર્વિ‌સની સફળતાનો મુખ્ય આધાર નિયમીત ડ્રેજીંગ પર રહેલો હોવાથી ઘોઘાથી દેહજ સુધીની એપ્રોચ ચેનલ નવી જ બનાવવામાં આવશે. અને રો-રો જહાજ આસાનીથી જળપરિવહન કરી શકે તેના માટે સતત પ મીટરનો ડ્રાફ્ટ મળે રહે તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને નજીક લાવનારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ડ્રેજીંગ માટેના રૂ.૧૧પ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં તમામ પ્રકારની મેરિટાઇમ પ્રવૃત્તિની નોડલ એજન્સી જીએમબી દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડ્રેજરોને આ પ્રોજેક્ટમાં આકર્ષવા માટે મુંબઇ ખાતે પ જૂનના રોજ સ્પેશિયલ સેમિનાર યોજવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨પમી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સનું ઘોઘા ખાતે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ, અને હાલ ઘોઘા અને દહેજ બંને તરફ બંડના કામ પૂર્ણ થયા બાદ પિલર અને જેટીના કામ ચાલુ છે.

જીએમબીના આ મહાકાય પ્રોજેક્ટ અંર્તગત ખંભાતના અખાતમાં એક નવી ચેનલ બનાવવામાં આવશે, જે ૧૦૦ મીટર પહોળી અને ઘોઘા તરફ ૪૩૦૦ મીટર અને દહેજ તરફ ૬૦૦૦ મીટરની લંબાઇ રહેશે. સમગ્ર ચેનલમાં પ મીટરનો ડ્રાફ્ટ જાળવી રાખવા માટે કવાયત કરવામાં આવશે.

રો-રો ફેરી સર્વિ‌સમાં પ૦૦ મુસાફરો અને ૧પ૦ સુધી વાહનો સામેલ કરવામાં આવશે. અને આ પ્રકારના જહાજને મહત્તમ ૪.પ મીટર ડ્રાફ્ટની આવશ્યક્તા રહે છે, જ્યારે શિપની ગતિ ૨૨ નોટ (૪૦ કિ.મી. પ્રતિ કલાક) રહેવાની શક્યતા છે. આગામી ચોમાસા બાદ ડ્રેજીંગના કામનો આરંભ થશે અને છ માસમાં આ કામ આટોપી લેવામા આવશે.

ફેરી સર્વિ‌સ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી કચેરીમાંથી મોનિટરિંગ
ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સ મુખ્યમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, અને તે સમયસર પૂર્ણ થાય તેના માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, અને પ્રતિદિનની કાર્યવાહી, પ્રોજેક્ટની ગતિવિધી, કેટલું કામ સંપન્ન - બાકી છે તે તમામ માહિ‌તી ખુદ નરેન્દ્ર મોદી સમયાંતરે મેળવી રહ્યા છે, અને જરૂરી સલાહ સુચન જીએમબીના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી રહ્યા છે.

જીએમબી દ્વારા પ્રથમ વખત ટર્મિ‌નલ બનાવાઇ રહ્યા છે
ઘોઘા અને દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિ‌સ માટે જીએમબી દ્વારા બંને બાજુ ટર્મિ‌નલ બાંધવામાં આવી રહ્યા છે, જીએમબીના ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના ટર્મિ‌નલ બનાવાઇ રહ્યા છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે બંને તરફના થઇને કુલ ૩૦ લાખ ક્યૂબિક મીટર ડ્રેજીંગ કરવાની આવશ્યક્તા છે. જીએમબીના ઇતિહાસમાં આટલું મોટું ડ્રેજીંગ કામ ક્યારે હાથ ધરવામાં આવ્યું નથી.
એચ.સી.રાજપાલ, હેડ, મિકેનીકલ ડિપાર્ટમેન્ટ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર