તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળીની ખરીદીની ભીડમાં મંદી અને મોંઘવારી ભુલાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખરીદ શક્તિમાં વધારો થતા ચોતરફ તેજીનો માહોલ

દિવાળીના મહાપર્વ દરમિયાન શહેરની મુખ્ય બજારોમાં દિવસ દરમિયાન ખરીદીનો ધમધમાટ રહયો. બજાર તેમજ કમર્શીયલ વિસ્તારોમાં આવેલ હાઈ-ફાઈ શો-રૂમોમાં તેમજ મોલમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી તે જોતા લાગે કે આ વર્ષે દિવાળીની આ ભીડમાં મંદી અને મોંઘવારી ખોવાઈ ગયા છે.

દિવાળીના મહાપર્વના અનુસંધાને છેલ્લા સપ્તાહથી જ રેડીમેઈડ ગારમેન્ટસ, વાહન, લેડીઝ અને કિડઝવેર, ઈમીટેશન જવેલરી, ગૃહસુશોભન અને શણગાર તેમજ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. મુખ્ય બજારોમાં તો સવારથી જ જાણે કે પગ મુકવાની જગ્યા પણ ન હતી.

રાજમાર્ગ સહિ‌તના તમામ શોરૂમોમાં ભારે ભીડ ઉડીને આંખે વળગી રહી છે. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા‍ઈ રહ્યા છે. અને ચારેકોર ધનવર્ષાથી આ રંગબેરંગી તહેવાર પુરબહારમાં ખીલી રહ્યો છે. તો રિલાયન્સ, વી-માર્ટ, કે મોલ, એબીએમ મોલ જેવા મોલમાં પણ ભારે ધસારો વિવિધ સ્કિમ હેઠળ ખરીદી માટે જોવા મળી રહ્યો છે. વાઘાવાડી રોડ પરના કંપની શો-રૂમોમાં પણ ધન તેરશના પર્વથી ખરીદીની ચમક જોવા મળી રહી છે.

લોકોની આવક વધતા ખરીદશક્તિ પણ વધેલી જોવા મળી છે. ચોતરફ મિનીમેળો જેવો અનેરો માહોલ દ્રશ્યમાન થાય છે. ગત વર્ષની સરખામણીમાં પણ ચાલુ વર્ષે મોટાભાગની ચીજવસ્તુઓના વેચાણમાં પણ ૧૦થી૨૦ ટકા જેટલો વધારો થયો હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.