તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટ યાર્ડના ચેરમેનમાં ભાંગફોડની બીકે કોંગ્રેસના ડિરેકટરો ભૂગર્ભમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આવતીકાલે ભાવનગર યાર્ડના ચેરમેનની યોજાનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો

ભાવનગર માર્કેટ યાર્ડ ચેરમેન-વાઈસ ચેરમેનની આગામી તા. ૬ને શનિવારે યોજાનાર ચૂંટણીને લઈ ભારે ઉત્તેજના વ્યાપી છે ત્યારે માત્ર એક મતની હેરફેરના ડરને કારણે કોંગ્રેસ પ્રેરિત પેનલના ડિરેકટરોને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી ભારે રસાકસીભરી રહી હતી. દર વખતે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ સામે સીધો જંગ હોય છે ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોની બનેલી પેનલ પણ મેદાનમાં આવતા તેની નુકસાની ભાજપે જ સહન કરવી પડી હતી અને ભાજપના માત્ર ૪ જડિરેકટરો ચૂંટાયા હતાં.

કોંગ્રેસની બહુમતી છતાં ભાજપના ચેરમેન જીતેન્દ્રસિંહ ચુડાસમાએ ત્રણ વર્ષ માર્કેટ યાર્ડ ચલાવ્યું જેનો પણ ભાજપ લાભ લઈ શકયું નહીં અને કોંગ્રેસના ૮ ડિરેકટરો વિજેતા થયા છે.ત્યારે આગામી તા. ૬ને શનિવારના રોજ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસના ડિરેકટરોમાં ભાંગ ફોડ ન થાય તે માટે છેલ્લા એક અઠવાડીયાથી કોંગ્રેસના ડિરેકટરોને ભૂર્ગભમાં ઉતારી દેવાયા છે. ભાજપના ૪ ડિરેકટરો અને ૩ સરકારના મળી ૭ ડિરેકટરો થાય છે. જેથી એક ડિરેકટર માટે ભાજપ કમરકસી રહ્યું છે.