• Gujarati News
  • Diocese Of Palitana On Sagira Complained Of Having Duskarma

પાલિતાણા પંથકની સગીરા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરાજીયાના શખ્સે બળાત્કાર ગુજારી તેના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી

પાલિતાણા પંથકની સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ કરી આ અંગે કોઇને કહીશતો તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પાલિતાણા પંથકની સગીરાને ગત તા.૭-પ-૧૩ના રોજ પ્રવીણ ચીથર કોળી (રહે. ગરાજીયા) લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી ગયો હતો. અને તેણીની ઇચ્છા વિરૂદ્ધ દુષ્કર્મ કરી આ અંગે કોઇને કહેશે તો તેના પિતાના જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સગીરાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બનાવ અંગે પાલિતાણા રૂરલ પોલીસ મથકના પીએસઆઇ બી.એન. વાંકએ વધુ તપાસ હાથ ધરી છે.