તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરને પર્યટન ધામ બનાવવા જવાબદાર તંત્રને ઢંઢોળવું જરૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સિહોરના લુપ્ત થતા ઇતિહાસને પુન:જિવિત કરવા લોકમાંગ

સિહોર એક એવું ઐતિહાસિક શહેર છે કે જેનો ઇતિહાસ સમગ્ર જિલ્લા માટે ગૌરવ સમાન છે. આ એક એવું શહેર છે કે જે પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષી શકે એટલો ભવ્ય અને બેજોડ અને અપ્રિતમ ઇતિહાસ આ શહેર સાચવીને બેઠું છે. પરંતુ અત્યારે આ શહેરની ઐતિહાસિહ જાહોજલાલી પર વિસ્મૃતિની ધૂળ ચડી ગઇ હોય એવું લાગે છે. કારણ કે આ શહેરના કેટલાય ઐતિહાસિક સ્થળો અત્યારે તંત્રની મીઠી નજર તળે નામશેષ થવા જઇ રહયા છે. અને આ વાસ્તવિકતાને નઝરઅંદાઝ કરી તેમ નથી એ પણ એક નકકર વાસ્તવિકતા છે.

સિહોરમાં પાંચ પીર અને નવનાથના બેસણા છે. ઉપરાંત અહીં ઐતિહાસિક બ્રહમકુંડ છે. એક સમયે પુરા સિહોરને રક્ષણ આપતો કિલ્લો આજે પણ પોતાની જર્જરીત અવસ્થામાં હયાત છે. અને પોતાના અથાક તપ થકી ભગવાન શિવને પ્રસન્ન કરનાર ગૌતમ ઋષિના ગૌતમેશ્વર મહાદેવ સુધી જવાનો રસ્તો હોય. આ બધા સ્થાને પ્રવાસન ધામ વિકસાવવાની લોકમાંગ છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે. સિહોરના બ્રહમકુંડ પાછળ પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહનો એક ઇતિહાસ સચવાયેલો પડયો છે. અને આ બ્રહમકુંડની સ્થિતિ એટલી બદતર છે કે આ કુંડનું પાણી પણ તંત્રની ભયંકર લાપરવાહી અને બેદરકારીને કારણે દુગ્ર્‍ાંધયુકત બની ગયું છે.

- છોટેકાશી શબ્દ સાર્થક કરવો જરૂરી

ભાવનગર જિલ્લાનું પાલિતાણા એના જૈન દેરાસર માટે વિખ્યાત છે. મહુવા છોટે કાશ્મીર તરીકે પ્રસિધ્ધ છે. અને સિહોર છોટે કાશી તરીકે જાણીતું છે. પરંતુ આ છોટે કાશી શબ્દ આજે ફકત ઇતિહાસ અને શબ્દકોષના પાના પૂરતો સીમિત થઇ ગયો હોય એવું લાગે છે. સિહોરના મોટાભાગના પ્રાચીન સ્થળોની હાલત કફોડી છે. આ સ્થળોએ પહોંચવા માટે ટનાટન રસ્તા બનાવવા માટે સિહોરનું તંત્ર હજી ફીફા ખાંડે છે. સિહોરના લુપ્ત થતાં ઇતિહાસને પુનર્જીવન કરવા તંત્ર જાગે એટલી સિહોરવાસીઓની અપેક્ષા અપેક્ષિત છે.