તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Department Creat Pevar Block In Rainyday In Vallbhipur

વલભીપુરમાં તંત્રએ ચોમાસામાં જ પેવર બ્લોક નાંખવાનું મુહૂર્ત કાઢયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિયમો નેવે મુકી વરસાદમાં કામ શરૂ રખાતા લાખો રૂપિયાની બરબાદી

વલભીપુર નગરપાલીકાએ નિતિ નિયમોને નેવે મુકી વિકાસનાં કામો કરતા હોવા સામે લોકોમાં અનેક તર્ક વર્તિક ઉભા થયા છે.સામાન્ય રીતે તેમજ સરકારનાં નિયમ મુજબ જુન માસનાં મધ્ય બાદ ડામર, સી.સી.કે પેવર બ્લોક રસ્તાનાં કામો કરી શકતા નથી. આમછતાં મનમાની કરવામાં પીછેહઠ નહીં કરવામાં માનતા નગરપાલીકાનાં સત્તાધીશો હાલમાં જુની કોર્ટ તેમજ જુના દશ નળ તરીકે ઓળખાતા એરીયામાં પેવર બ્લોક ફીટ કરવાની કામગીરી એટલી બધી ત્વરીત પણે હાથ ધરવામાં આવ્યું છે કે જાણે ડીઝાસ્ટર મેનેજમેન્ટનો ભાગ હોય. તે રીતે હાથ ધરવામાં આવ્યું છે.

આ કામ પાછળ ભષ્ટ્રાચાર થયો હોવા બાબતે વલભીપુરનાં પૂર્વ તા.પં.ઉપ પ્રમુખ ધરમશીભાઈ નાંડોળીયાએ કલેકટર ભાવનગર ને લેખીત રજુઆત કર્યા બાદ કલેકટર કચેરીની મ્યુનિસીપલ શાખા એ ડેપ્યુટી કલેકટર શિહોરનાંને મોકલી આ બાબતે કાર્યવાહી કરવા પત્ર દ્વારા સુચના આપેલ છે. વલભીપુર મામલતદારને,નગરપાલીકાને ૧પ જુન પછી શરૂ કરેલ કામ બાબતે ખુલાસા કરવા જણાવેલ. ચોમાસામાં કામો કરી શહેરીજનો અને સરકારનાં લાખ્ખો રૂપીયાની બરબાદી કરવા સમાન તાકીદે બંધ કરવા રજુઆત કરાઇ છે.

- ચોમાસામાં પણ બ્લોકનું કામ થઇ શકે

ચોમાસામાં પણ પેવર બ્લોકનું કામ ચોક્કસ પણે થઈ શકે, માત્ર ડામર રોડ થઇ શકે નહીં. અને જે કામ થાય છે. તે નિયમ મુજબનું છે. કોઈનું હિ‌ત સાચવાની વાત નથી. મંજુર થયેલો પેવર બ્લોક થાય છે. નાંણાનો બગાડ નથી.
અશીત એમ.ઉપાધ્યાય, ચીફ ઓફીસર નગરપાલીકા વલભીપુર