લૂપ્ત થતી સરિશ્રૃપ પ્રજાતી દમોઇના દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધુનિકરણના આંધળા અનુકરણથી સૃષ્ટી જગતની અનેક પ્રજાતીઓ લૂપ્ત તવાના કગાર પર આવીને ઉભિ રહી છે. જો આવી પ્રજાતીઓ કાળાન્તરે લૂપ્ત થઇ જશે તો માણસ જાતે જેની ભરપાઇ ન થઇ શકે તેવુ સહન કરવું પડશે, જાહેર જીવનમાં નજારોથી વિસરાઇ જઇ રહેલી એક પ્રજાતી તાજેત્તરમાં એક મકાનના ખોદકામ દરમિયાન મળી આવી હતી. તળપદી ભાષામાં દમોઇ નામથી જાણીતી આ સર્પ પ્રજાતી હવે તો જંગલોમાં પણ ભાગ્યેજ જોવા મળે છે.
મોટા ભાગે જમીનની અંદર સામાન્ય સર્પો કરતા વધૃ ઉંડાઇએ રહેલી આ દમોઇનું ઇગ્લીશ નામ બુઆ છે. આ સર્પ પ્રજાતીની દૂનિયા ભુમિની ભીતર જ હોય છે. જમીનનું સેન્દ્રીય કરણ માટે મહત્વનો ભાગ ભજવતી દમોઇ ભાવનગરના પૂર્વ વિસ્તારમાં નવી બંધાઇ રહેલી સાઇટના ખોદકામ દરમિયાન મળી આવી હતી તેને સલામત રીતે પકડીને નૈસર્ગીક વાતાવરણમાં છોડી મૂકાઇ હતી.