દુકાનદારોને લોભામણી જાહેરાતો આપી કરોડોની કરાયેલી ઠગાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર જિલ્લામાં વિવિધ સ્થળોએ જાહેરાતો દર્શાવતી કંપનીએ પોતાના ટીવી મુકી જાહેરાત દર્શાવવા બદલ માસીક ભાડુ આપવાની જાહેરાતો કરી કેટલાય વેપારીઓને કરોડો રૂપિયાનો ચુનો લગાવી અદ્રશ્ય થઇ ગઈ છે.

ભાવનગર, તળાજા, વલભીપુર સહિ‌ત જિલ્લામાં આવેલ હોટલો, લારી ગલ્લા, વાણંદની દુકાનો વગેરે જગ્યાએ ઘોઘાસર્કલ પાસે ઓફિસ ધરાવતી ગણેશ ઇન્ફોરાઇટ નામની કંપની દ્વારા દુકાનદાર પાસેથી રૂ.૨પ હજાર એડવાન્સ લઇ ટીવી મુકી સતત વિવિધ જાહેરાતો દર્શાવા બદલ માસીક રૂ.૩ હજારનું ભાડુ આપવાની લોભાવણી જાહેરાત કરી હતી બાદ કેટલાય ગ્રાહકોના રૂ. ૨પ હજાર એડવાન્સ લઇ જઇ રૂ.૧૦ થી ૧૨ હજારની ટીવી મુકી ગયા હતા તો કેટલાય ગ્રાહકોને તો ટીવી પહોંચાડયા જ ન હતા તો વળી કેટલાક ગ્રાહકોને આવુ માસીક ભાડુ પણ પહોંચાડેલ નથી.

આ કંપનીએ છેલ્લા ૪-પ માસથી ઘોઘાસર્કલ પાસે આવેલ ઓફિસ તથા પોતાનો મોબાઇલ નંબર બધુ જ બંધ કરી અદ્રશ્ય થઇ ગયેલ છે. ઉપરાંત જાહેરાતોનું શુટીંગ કરવા બદલ પણ કેટલાય રૂપિયા રળી લીધા હોવા છતા જાહેરાતો નહી દર્શાવી વિજ્ઞાપન દાતાઓને છેતર્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે ખળભળાટ મચી જતા પોલીસ ફરિયાદો ટૂંક સમયમાં જ નોંધાશે તેમ જાણવા મળ્યું છે.