તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામ્ય પંથકોમાં ઉભા કૃષિ પાકને રોંદી નાખતા નધણિયાતા ઢોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય પંથકોમાં ઉભા કૃષિ પાકને રોંદી નાખતા નધણિયાતા ઢોર
વાડી-ખેતરોમાં ભેલાણથી ખેડૂત વર્ગે ભોગવવી પડતી પરેશાની
મુશ્કેલી | શહેરમાં ટ્રાફિક તો ગ્રામ્યમાં ભેલાણની રાડ
તળાજા બ્યુરો :તળાજા શહેર અને તાલુકાના મોટા ભાગના ગામોમાં રઝળતા ઢોરોની સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા હરાયા ઢોર અને પશુઓ માટે ગામેગામ ગોચરની અનામત જમીનોનો યેન કેન પ્રકારે અનધિકૃત રીતે દબાણો કરીને ખાલસા કરી દેવાતા ગામેગામ નધણિયાતા ઢોરો ખોરાકની શોધમાં ભટકતા રહીને છેવટે વાડી ખેતરના ઉભા મોલમાં ભારે માત્રામાં ભેલાણ કરી નુકસાન કરે છે.
શહેરી વિસ્તારમાં ગાય, ખુંટીયા, ભુંડ, ગધેડા સહીતના પશુઓ રસ્તા પર અને રહેણાંક વિસ્તારમાં જયાં ત્યાં અડીંગો જમાવીને રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભયજનક રીતે અવરોધ રૂપ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વૃદ્ધિ અને રહેઠાણ, રોજગાર, વેપારી ઉદ્યોગ માટેની જમીનોનુ અધિગ્રહણ થવા લાગવાથી તથા ગોચર અને સીમતળની જમીનો પર મોટા પાયે દબાણો થતા ગોચરના અભાવે ગામેગામ નધણીયાતા પશુઓ સંપૂર્ણ પણે તૃણભક્ષી હોવાથી ખોરાકની શોધમાં વાડી ખેતરોમાં ઘુંસી જઇને ભેલાણ કરે છે. જેની સંખ્યા દિવસે દિવસે વધતી જઇ આ સમસ્યા બેવડાઇ રહી છે.
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી ભુખ્યા ઢોરોના ટોળા શહેરી વિસ્તારમાં અસંખ્ય પ્રમાણમાં ઉતરી પડે છે. શહેરી વિસ્તારમાં રઝળતા ઢોરોના ખોરાક માટે આયોજનના અભાવે ટોળા મોઢે રઝળતા ગાયો, ખુંટીયા, ઉપરાંત ભુંડના ટોળા રસ્તા પર કે રહેણાંકી વિસ્તારમાં ઠેર ઠેર ભટકતા હોઇ આવા હરાયા ઢોર મહિલાઓ, બાળકો, અને વૃદ્ધો માટે તથા વાહનચાલકો માટે ભયજનક સ્થિતિમાં હોઇ દરેક જગ્યાએ ટ્રાફીકની ગંભીર સમસ્યા સર્જે છે.
ગોચરનો સળગતો પ્રશ્ન ઉકેલાતો નથી
દરેક ગામડાઓમાં ગોચર અને સરકારી પડતર જમીનોમાં થયેલ દબાણો ગંભીર અપરાધિક બાબત હોવા છતાં તેને દુર કરવા સર્વે, રીપોર્ટ, અને તેનાથી આગળ વધી દબાણકર્તાઓને નોટીસ આપીને સંતોષ માનતા હોઇ કાયદાઓ માત્ર નામના જ રહે છે. દબાણો હટાવવની કામગીરીમાં ગંભીરતાનો અભાવ જોવા મળે છે.
- વિક્રમસિંહ ગોહિલ, પ્રમુખ માર્કેટીંગ યાર્ડ તળાજા