‘ભાજપ બોરતળાવને પચાવી પાડવાના પ્રયત્નો છોડી દે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેટેલાઈટ ઈમેજ દ્વારા પાડેલા ફોટાના આધારે જાહેરનામુ બહાર પાડવા અનુરોધ
સીપીએમ દ્વારા મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી બોરતળાવ પ્રશ્ને જાહેરનામુ બહાર પાડવા અને બોરતળાવની મિલકતને પચાવી પાડવા માટેના પ્રયત્નો ભાજપ છોડી દે તેવો અનુરોધ કરેલ છે. ભાવનગર શહેરનાં પ્રજા વત્સલ મહારાજાએ જનતાની સુવિધા માટે બનાવેલા ગૌરીશંકર સરોવરનાં વેસ્ટ વિયરમાંથી બે મહિ‌નાથી લીકેજ થતું પાણી તંત્ર રોકી શકતું નથી.
ત્યારે સી.પી.એમ.દ્વારા મુખ્ય મંત્રીને ખુલ્લો પત્ર પાઠવી બોરતળાવ ઓવરફ્લો થયું ત્યારનાં વીડિયો-ફોટો અને સેટેલાઇટ ઇમેજનાં આધારે વોટર બોડી જાહેર કરી તેનું જાહેરનામું પ્રકાશિત કરવા માંગણી સાથે જનતાની બોરતળાવની મિલકત પચાવી પાડવાનાં પ્રયત્નો છોડી દેવાની ભાજપાના શાસનકર્તાઓને સલાહ આપી હતી.