તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુ.એકાઉન્ટન્ટને કમિશનરે નોટિસ ફટકારતા ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૪માં નાણા પંચને માહિ‌તી નહીં મોકલતા અને અનિયમિતતા બદલ નોટિસ

ભાવનગર મહાનગરપાલિકાના ચિફ એકાઉન્ટન્ટ શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલા છે ત્યારે તેઓની અનિયમિતતા અને સરકારમાં માહિ‌તી નહીં પહોંચડવા સંદર્ભે ઈન્ચાર્જ મ્યુ.કમિશનર સોલંકીએ ચિફ એકાઉન્ટન્ટ ઓઝાને નોટિસ ફટકારતા પાલિકામાં ભારે ચર્ચા જાગી છે.

મહાનગરપાલિકામાં કલાસ વન અધિકારીની ચિફ એકાઉન્ટન્ટની જગ્યા પર સરકારમાંથી ઓઝાની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ ઓઝાની નિમણૂંકથી જ તેઓ વિવાદમાં સપડાયેલા રહ્યા છે. તેઓ અવાર-નવાર રજા પર જ હોવાથી
લોકોને અને કર્મચારીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. જ્યારે ર્કોપોરેશન ખોટના ખાડામાંછે ત્યાં તાજેતરમાં જ ચિફ એકાઉન્ટન્ટની લાખોના ખર્ચે નવી ચેમ્બર બનાવતા પણ વિવાદ સર્જા‍યો છે.ત્યારે આજે ઈન્ચાર્જ મ્યુ.કમિશનર પી.કે. સોલંકીએ ચિફ એકાઉન્ટન્ટ ઓઝાને ઓફિસમાં અનિયમિતતા અને ૧૪માં નાણાં પંચને મોકલવાની માહિ‌તી નહીં મોકલતા નોટીસ ફટકારી છે.