તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેહુલિયાની રિ-એન્ટ્રીથી ગરમીમાં ૬.૪ ડિગ્રીનો ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલ રાતથી મેઘરાજાની પુન: એન્ટ્રી થયા બાદ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં જ ભાવનગર શહેરના મહત્તમ ઉષ્ણતામાનમાં ૬.૪ ડિગ્રી સેન્ટીગ્રેડનો સડસડાટ ઘટાડો થતા આજે શહેરનુ બપોરનુ તાપમાન ૨૯.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યુ હતુ. જેથી આજે આખો દિવસ ઇંગ્લિશ વેધરનો અનુભવ થયો હતો.ભાવનગર શહેરમાં ગઇ કાલ રાતથી ધીમી ધારે વરસાદનો આરંભ થયો છે.

આજે સવારે પણ મેઘકૃપા યથાવત રહી હતી. જો કે વરસાદ સાવ ઝરમર રહેતા કોઇ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. ગઇ કાલે શહેરનુ મહત્તમ તાપમાન ૩પ.૬ ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યુ હતુ તે આજે ઘટીને ૨૯.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જેતી ૨૪ કલાકમાં જ તાપમાનમાં ૬.૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે શહેરનુ લઘુત્તમ તાપમાન ૨૬.૧ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ તો હવામાં ભેજનુ પ્રમાણ ૮૩ ટકા નોંધાયુ જ્યારે પવનની સરેરાશ ઝડપ ૧૦ કિલોમીટરની નોંધાઇ હતી.