તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં મેજીક વાન દ્વારા સિટી બસની સુવિધા મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- મહુવામાં મેજીક વાન દ્વારા સિટી બસની સુવિધા મળશે
- સાંકડા રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યા ધ્યાને લ

- સિટી બસ માટે કારોબારીમાં ઠરાવ કરાયો

મહુવા : મહુવામાં રીક્ષા ચાલકો હાલના તબક્કે પેટ્રોલનો ભાવ ધટયો હોવા છંતા મીનીમમ રીક્ષા ભાડું રૂ. 30 થી 40 રૂપિયા વસુલી રહ્યાં છે. આ મોંધવારીમાં આવુ ભાંડુ પોસાય તેવું ન હોય આથી રીક્ષા ભાડાના ખર્ચની બચત તથા સમુહ યાતાયાતના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ કરવા અને કિંમતી ખનીજતેલ બચાવવા મહુવામાં પૂર્વવત સીટી બસની સેવા શરૂ કરવાની જરૂરીયાત માટે નગર સેવકો સમક્ષ રજુઆતો આવતા મહુવા નગરપાલિકાના પ્રમુખ ગૌરાંગભાઇ આર. રાઠોડ તથા કારોબારી સમિતિના ચેરમેન ભાણાભાઇ મકવાણા દ્વારા સીટી બસના સ્થાને મેજીક વાહન દ્વારા સીટી બસ જેવી જ વ્યવસ્થા ઉભી કરવા કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવેલ છે.

મહુવા શહેરના લોકો માટે સીટી બસ શરૂ કરવા નગરપાલિકાએ બે વખત જાહેરખબર આપી મહુવા સીટી બસના સંચાલન માટે આમંત્રિત કરેલ પરંતુ કોઇ ખાનગી ઓપરેટરોએ આ સંચાલન સ્વીકારવા આગળ ન આવતા આથી નગરપાલિકા એ શહેરના જુના ગામમાં ના સાંકળા રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને શહેરીજનોને સીટી બસ જેવી સુવિધા પ્રાપ્ત થાય તે માટે 5 વર્ષની કોન્ટ્રાકટ પ્રદ્ધતિથી મેજીક વાહન ચલાવવાનો કોન્ટ્રાકટ આપવાનું ઠરાવેલ છે.

આ માટે ઠેકેદારોને આમંત્રીત કરવામાં આવશે. જે મેજીક વાહન સીટી બસ જેવી સુવિધા નગરજનોને આપશે.મહુવાના જુના શહેરી વિસ્તારમાં નાના ગલી ખાંચામાં પણ સીટી બસનો લાભ મળે તે માટે મેજીક જેવા વાહનોનો સમાવેશ સીટીની સેવામાં કરવા સમયસર નિર્ણય લીધો છે વળી આ સેવા માત્ર રૂ. 3 થી રૂ. 5 ના દરે જ આપવામાં આવશે. તેવા નિર્ણયની લોકામાં ભારે સરાહના થઇ રહી છે. જેની અમલવારી વહેલી તકે શરૂ થાય તેવી નગરજનોમાં ઇચ્છા જાગી છે.