ભાવનગરઃ સરળ પ્રશ્નપત્રો સાથે પરીક્ષાનો આરંભ, ૧,૦૧૨ ગેરહાજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે ધો.૧૨માં ઇતિહાસ અને તત્વજ્ઞાનના પ્રશ્નપત્ર, ગેરરીતિનો એક પણ કિસ્સો નહીં
- ભાવનગર જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના પ્રથમ દિવસે કુલ ૧,૦૧૨ પરીક્ષાર્થી‍ઓ ગેરહાજર
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ની પરીક્ષાનો ગુજરાતીના સરળ પ્રશ્નપત્ર સાથે આરંભ થતાં પ્રથમ દિવસે વિદ્યાર્થી‍ઓ ખુશખુશાલ વદને પરીક્ષા ખંડમાંથી બહાર નિકળ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષથી શરૂ થયેલી નવી પદ્ધતિ પરીક્ષાર્થી‍ઓને પણ માફક આવી ગઈ હોય તેથી વિશેષ આનંદિત હતા. તો આજે બપોરે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ અને વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીક્સના પ્રશ્નપત્ર હતા . ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તા.૧૪ને શુક્રવારે સવારે ઇતિહાસ અને બપોરે તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર બપોરે ૩ થી ૬-૧પ દરમિયાન લેવાશે આજે ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ભાવનગર શહેર-જિલ્લામાં એકપણ ગેરરીતિનો કિસ્સો નોંધાયો ન હતો.
આજે સવારે ૯-૩૦ કલાકથી જ ભાવનગર શહેર-જિલ્લાના ધો.૧૦ના પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થી‍ઓ અને તેના વાલીઓ તેમજ મિત્રો-શુભેચ્છકોની ભીડ જોવા મળી હતી.ધો. ૧૦ના વિદ્યાર્થી‍ઓને આવકારાયા હતાં. આવો જ નજારો બપોરે ધો.૧૨ની બન્નો પ્રવાહની પરીક્ષા વખતે જોવા મળ્યો હતો. આજે પરીક્ષામાં ગુજરાતીનું પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થી‍ઓ ખુશ થઈ ગયા હતા. તેમાં પણ પ૦ માર્કનું ઓબ્જેક્ટિવ પણ સરળ રહેતા આ પહેલો અનુભવ આનંદદાયક રહેતા વિદ્યાર્થી‍ઓ ટેન્શન ફ્રી લાગતા હતાં. તો ધો.૧૨માં એકાઉન્ટનું પ્રશ્નપત્ર હતુ તેમાં પણ એકાદ-બે દાખલાને બાદ કરતા પ્રશ્નપત્ર સરળ હતુ.તેમાં પણ વિદ્યાર્થી‍ઓને મુંઝવતા વાર્ષિ‌ક હિ‌સાબમાં ઓછા હવાલા પૂછાતા પરીક્ષાર્થી‍ઓ ખુશ થઇ ગયા હતા. ચારેક દાખલા એવા હતા તે વારંવાર રિપીટ થાય છે. જો કે દરેક વિભાગમાં પ્રથમ પ્રશ્ન ટ્વીસ્ટ કરીને પૂછાતા કેટલાક પરીક્ષાર્થી‍ઓ થોડા મુંઝાયા હતા. પણ એકંદરે ફિલગુડ કરાવે તેવું પ્રશ્નપત્ર હતુ તેમ વિષયના શિક્ષક શૈલેષભાઇ માંડલીયાએ જણાવ્યુ હતુ.
ધો. ૧૦માં ગુજરાતીના પ્રશ્નપત્રમાં સમગ્ર જિલ્લામાં કુલ ૪૩,૪૨૬ વિદ્યાર્થી‍ઓ પૈકી ૪૨,૭૧૨ હાજર અને ૭૧૪ પરીક્ષાર્થી‍ઓ ગેરહાજર નોંધાયા હતા.પ્રથમ દિવસે ગેરરીતિનો એકપણ કિસ્સો નોંધાયો ન હતો. તો બપોરના સમયે ધો.૧૨ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટના પ્રશ્નપત્રમાં જિલ્લામાં કુલ ૧૧,૬૯૮ પરીક્ષાર્થી‍ઓ નોંધાયા તે પૈકી ૧૧,૪૩૦ હાજર અને ૨૬૮ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીક્સના પ્રશ્નપત્રમાં કુલ ૪,૬૯૪ પૈકી ૪,૬૬૪ હાજર અને ૩૦ પરીક્ષાર્થી‍ઓ ગેરહાજર નોંધાયા હતા. આમ, પ્રથમ દિવસે કુલ ૧,૦૧૨ પરીક્ષાર્થી‍ઓ ગેરહાજર રહ્યાં હતા. આજથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે જેમાં એન.બી.એ.ભાવનગર જિલ્લા શાખા અંતર્ગત ચાલતી સંમિલિત શિક્ષણ યોજનાના ૧૭૬ જેટલા વિકલાંગ વિદ્યાર્થી‍ઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. જેમાં ૩પથી વધુ દ્રષ્ટિહિ‌ન વિદ્યાર્થી‍ઓનો સમાવેશ થાય છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...