ભાવનગરઃ ભાજપના સ્નેહમિલનમાં તંત્રને લાગી બ્રેક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સરકારી મશીનરીનો દુરૂપયોગ થવાના દેકારા બાદ ગાંધીનગરથી કેમેરા સહિ‌ત જુના સાધનો નહીં વાપરવા સૂચના
ભાવનગર લોકસભા સીટનુ સિહોર ખાતે આજે ભાજપ દ્વારા યોજાયેલ દીપાવલી સ્નેહ મિલનના કાર્યક્રમમાં સરકારી પ્રશાધનના દૂરૂપયોગ બાબતે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારે તંત્રની પોલ ખોલતા આજે ગાંધીનગર જીસ્વાનની સૂચનાથી રાજકિય કાર્યક્રમમા સરકારી મશીનરીના ઉપયોગ પર રોક લગાવી હતી.
સિહોર ખાતે ભાજપના સ્નેહ મિલન સમારોહતમાં વિડીયો દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધ્યા હતા જે માટે કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સની મશીનરીનો ઉપયોગ કરવાનો હતો. જેની સંપૂર્ણ તૈયારી પણ થઇ ચુકી હતી પરંતુ શાસકોને સાચવવા તંત્ર દ્વારા નિયમોને નેવે મુકવા સંદર્ભે સૌરાષ્ટ્ર સમાચારે પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ આજે ગાંધીનગર જીસ્વાન વિભાગ દ્વારા ભાવનગર કલેકટર કચેરીના જીસ્વાનને સૂચના આપી કલેકટર કચેરીના કેમેરા સહિ‌તની મશીનરીનો સિહોરમાં ઉપયોગ નહી કરવા અને સરકારી ટેકનીકલ કર્મચારીઓને પણ નહી જવા સૂચના આપી રોક લગાવી દીધી હતી. જ્યારે કાર્યક્રમની વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી હતી.