ભાવનગરના યુવા સર્જકો દ્વારા સંદેશ પ્રેરક ત્રણ ફિલ્મોનું નિર્માણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કલા| ત્રણેય શોર્ટ ફિલ્મો યુ ટ્યૂબ પર નિહાળી શકાશે
-સૌરાષ્ટ્ર સમાચારના મીડિયા પાર્ટનરના સહયોગથી ભાવનગરના યુવા કલાકારોનો પ્રશસ્ય પ્રયાસ


ભાવનગર: કલાનગરી ભાવનગર ખાતે કલા ક્ષેત્રે કોઇને કોઇ નવા પ્રયોગો થતા રહે છે આવા જ એક નવતર પ્રયોગમાં ભાવનગરના યુવા કલાકારોએ ત્રણ શોર્ટ ફિલ્મોનું નિર્માણ કર્યુ છે અને આ ત્રણેય સંદેશાદાયક ફિલ્મો દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના મીડિયા પાર્ટનરના સહયોગથી મેક્સસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે પ્રિમીયર શો યોજાયો હતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આ ત્રણેય થીમ બેઇઝડ શોર્ટ ફિલ્મોને ભરપૂર બિરદાવી આજની યુવા પેઢીને આ નવતર રીતે સંદેશ આપવાના કલાકારોના પ્રયાસની પ્રશંસા કરી હતી.

સૌરાષ્ટ્ર સમાચારના મીડિયા પાર્ટનરના સહયોગથી ભાવનગરના રાજન રાઠોડ ફિલ્મ્સ દ્વારા મેક્સસ મલ્ટીપ્લેક્સ ખાતે ત્રણ થીમ બેઇઝડ શોર્ટ હિન્દી ફિલ્મોનો પ્રિમિયર શો યોજાયો હતો.
આ ત્રણ ફિલ્મો ઇવ ટીસીંગ, નેટવર્ક અને કાશમાં ભાવનગરના યુવા અને પ્રતિભાવંત કલાકારો રાજન રાઠોડ, જગજીતસિંહ વાઢેર, નિસર્ગ પરમાર, બ્રિજરાજ સોલંકી, ઇશીતા પટેલએ અદાકારી કરી પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. જ્યારે ડાયરેકશન રાજન રાઠોડે કર્યુ છે. આ ફિલ્મોમાં સામાજિક સદેશ આપવામાં આવ્યો છે.

એક વાતચીતમાં રાજન રાઠોડે જણાવ્યું હતુ કે આ પ્રયાસ ભાવનગરના કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટેનો છે. જેના માટે દર મહિને એક શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. આ ત્રણ શોર્ટ ફિલ્મોને નિહાળી રાજકીય, ઉદ્યોગ જગત, સરકારી અધિકારીઓ, શિપબ્રેકર્સ, વિવિધ કલાના કલાકારો વિ.એ પ્રયાસને મુક્ત મને બિરદાવી નવતર અભિગમ આગળ વધવો જ જોઇએ તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. મેક્સેસ મલ્ટીપ્લેક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ત્રણેય શોર્ટ ફિલ્મો યુ ટ્યૂબ પર જઈ રાજન રાઠોડ પર સર્ચ કરતા આ િફલ્મો નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે પછીના આયોજનમાં રાજન રાઠોડ ફિલ્મ્સ દ્વારા વંદે માતરમના ગાન અંગે શોર્ટ ફિલ્મનું નિર્માણ કરી તેને છેક રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે.