કેબીસીમાં સેકન્ડના 60માં ભાગ માટે હોટ સિટ ચૂક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હરેશભાઇ પરમારની ફાઈલ તસવીર)

-આગામી સિરીઝમાં તેમને ભાગ લેવાની તક મળશે
-
ભાવનગરના હરેશભાઇ પરમાર સતત ત્રીજી વખત કેબીસીની હોટ સિટથી વંચિત રહી ગયા

ભાવનગર: ભાવનગરના હરેશભાઇ પરમાર સતત ત્રીજી વખત કૌન બનેગા કરોડપતિમાં હોટ સિટ પર બેસવાથી ચૂકી ગયા છે. આ વખતે તેઓ ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટમાં તેમની નજીકના હરીફથી સેકન્ડના માત્ર 62માં ભાગથી હોટ સિટ પર આવતા રહી ગયા હતા. જો કે ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટમાં ભાગ લીધો હોય તે આગામી શ્રેણીમાં ભાગ લઇ શકે તેવો નિયમ હોય હરેશભાઇને આગામી કેબીસીમાં ભાગ લે અને હોટ સિટ પર બેસે તેવી શુભેચ્છા.

ભાવનગરમાં ઘોઘા રોડ પર રહેતા અને આસ્થા ગેસ એજન્સી સંભાળતા હરેશભાઇ પરમાર તા.14 ઓક્ટોબરને મંગળવારના કેબીસના એપિસોડમાં હોટ સિટ પર બેસનાર હરપ્રિત કૌરથી સેકન્ડના 62માં ભાગથી પાછળ રહી જતા કૌરને હોટ સિટ મળી હતી. વળી આ એપિસોડમાં આ બન્ને સિવાય એક પણ સ્પર્ધકનો જવાબ સાચો હતો નહી. અગાઉ તેઓ કેબીસી ટુ અને કેબીસી થ્રીમાં ફાસ્ટેસ્ટ ફિંગરમાં ભાગ લઇ ચૂક્યા છે. તેઓ આદીવાસી સમાજના અગ્રણી કાર્યકર છે અને વિદ્યાર્થીઓથી લઇ બાલ મજદૂરો માટે કાર્ય કરવા ઇચ્છુક છે. તેમના માતા સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં દેહદાન અને ચક્ષુદાન કરનારા પ્રથમ હતા.