ભાવનગરને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ બનાવવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)

-એક્સપેકટેડ એવિએશન | સુરત એરપોર્ટની સિક્યોરીટીના છીંડા છતાં થઈ જતાં...
-
સિક્યોરીટી વ્યવસ્થા ચુસ્ત છે : વિસ્તાર વધી શકે તેમ છે : રોજ 200 જેટલાં વિમાનો એરપોર્ટ પરથી પસાર થાય છે

ભાવનગર : સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની િહલચાલ વચ્ચે જ ભેંસ પ્રકરણના કારણે આ હવાઈ મથકની સિક્યોરીટી વ્યવસ્થામાં રહેલા છીંડાઓનો પર્દાફાશ થયો છે ત્યારે ભાવનગર એરપોર્ટની ઝડબેસલાક સુરક્ષા વ્યવસ્થાએ સૌનું ધ્યાન ખેંચ્યંુ છે અને આ સાથે જ સુરતના બદલે ભાવનગરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવે તેવી ભાવના લોકોમાં ઉઠાવ પામી છે.

સુરત એરપોર્ટનું બફેલો ચેપ્ટર સામે આવતાં જ આ એરપોર્ટની સિક્યોરીટી સિસ્ટમ શંકાના દાયરામાં આવી ગઈ છે અને તે સાથે સુરત એરપોર્ટની આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનવાની લાયકાત સામે અનેક પ્રશ્નો ખડા થયા છે ત્યારે લોકોનું ધ્યાન અત્યંત સુરક્ષાની વર્ષો જૂની છાપ ધરાવતા ભાવનગર એરપોર્ટ તરફ ખેંચાયું છે અને લોકોમાં જ એની ભાવના ઉઠવા પામી છે કે હવે તો ભાવનગરને જ આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનાવવામાં આવે.

અગાઉ સાંસદ ડો.ભારતીબેન શિયાળે એવિએશન મીનીસ્ટ્રીમાં રજૂઆત કરી હતી. એરપોર્ટ ઓથોરીટીએ રાજ્ય સરકાર સમક્ષ 400 એકર જમીનની માગણી કરીને એરપોર્ટને વિકસાવવા રજૂઆત કરી છે. અત્યારે એરપોર્ટનો રનવે 292 મીટરનો છે તે રનવે 580 મીટરનો કરવાનું એરપોર્ટ તંત્રનું આયોજન છે. ભાવનગર એરપોર્ટની સિકયોરીટી સિસ્ટમ એકદમ ટાઈટ હોવાની વર્ષો જૂની છાપ છે. સિક્યોરીટીની હાલની સ્થિતિ જોઈએ તો અહીં સિક્યોરીટીના 3 પોકેટ છે. ત્રણેય કોઠા વીંધીને કોઈ વ્યક્તિ કે પ્રાણી એરપોર્ટ ઓફિસ કે રનવે સુધી પહોંચી શકે તેવી કોઈ સંભાવના જ નથી. કારણે હાલ 5 વોચ ટાવર ઉપરથી ચોવીસે કલાક નીગરાની રાખવામાં આવી રહી છે. હાલ અહીં એરપોર્ટ ઓથોરિટીનો સ્ટાફ માત્ર 45નો છે પરંતુ સેન્ટ્રલ ઈિન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સના 75 માણસો તેની રક્ષા કરી રહ્યા છે.

એક વર્ષથી બર્ડ હિટનો બનાવ પણ નોંધાયો નથી. આ એરપોર્ટનો ફાયર િહસ્ટ્રી પણ એટલો જ ઉજ્જવળ રહ્યો છે. અહીંના સિનિયર ફાયર સુપ્રિટેન્ડેન્ટ એસ.બી. મંધરા પાસેથી માહિતી મળે છે કે આ એરપોર્ટમાં છેલ્લા 15 વર્ષમાં આગનો એક પણ બનાવ બન્યો નથી. એરપોર્ટ ડાયરેકટર પ્રમોદ કુમાર ઠાકરેનું કહેવું એમ છે કે અત્યારે ઓથોરીટીની 294 એકર જમીન સંપૂર્ણ સુરક્ષિત છે અને અહીંનો કસ્ટમર સેટિફિકેશન રેશિયો સારો છે. ખાર, રૂવા અને ગૌશાળાની સાઈડની જમીન મળીને 400 એકર જમીન મળે તો અહીં ઘણું બધું શક્ય છે.

આંતરરાષ્ટ્રીય મથક બની શકે કારણ કે...

- સુરત કે અન્ય વિમાન મથકોની માફક સિક્યોરીટી મામલે કોઈ બાંધછોડ કરવામાં આવી હોય અને કોઈ દુર્ઘટના બની હોય તેવું બહાર આવ્યું નથી.
- વોચ ટાવરો પર માણસો ચોવીસે કલાક, બારેમાસ અડીખમ રહે છે. એરપોર્ટની હદમાં નાનું મોટું કોઈ જ અનિચ્છનીય સંચાલન થાય તો સિક્યોરીટી તુરંત યોગ્ય એકશન લે છે.
- છેલ્લા એક વર્ષથી બર્ડ હિટનો એક પણ બનાવ બન્યો નથી. એટી અર્થાત એર ટ્રાફીક કન્ટ્રોલ વિભાગ તેનું સતત ધ્યાન રાખે છે.
- છેલ્લા 15 વર્ષમાં આગનો એક પણ બનાવ બન્યો નથી.
- કસ્ટમર સેટિસ્ફેકશન સર્વેમાં ભાવનગર એરપોર્ટ હંમેશાં પ્રશંસા પામ્યું છે.
- ભાવનગર એરપોર્ટ પરથી રોજના સરેરાશ 200 જેટલા વિમાનો પસાર થાય છે.
- મુંબઈ એરપોર્ટ પર એર ટ્રાફીકની સમસ્યા બહુ મોટી છે. વિમાનોને ઘણીવાર અડધો કલાક આકાશમાં ઘુમતા રહેવાની ફરજ પડે છે. તેથી કેટલાક વિમાનોને ભાવનગરમાં લોન્ડીંગ આપી શકાય.


એવિએશન મિનિસ્ટરને કરેલી

રજૂઆતનો પ્રતિભાવ હકારાત્મક છે

ભાવનગર એરપોર્ટનું અપગ્રેડેશન થાય તેમજ આ એરપોર્ટ પરથી રોજ પસાર થતા 175 જેટલા વિમાનોમાંથી જરૂરી ફ્લાઈટોને અહીં લેન્ડીંગ, નાઈટ લેન્ડીંગ અને પાર્કીંગની સુવિધા મળે તે માટે તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગણી સાથે અમે એિવએશન મીનીસ્ટર ગંજપતિ રાજુ સમક્ષ ગત જૂન માસમાં રજૂઆત કરી છે. અમારી રજૂઆતના અનુસંધાનમાં એમનો પ્રતિભાવ હકારાત્મક રહ્યો છે. આ િદશામાં અમારા પ્રયત્નો સતત ચાલુ રહેવાના છે કેમકે ભાવનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવા માટે સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે.
> ડો.ભારતીબેન શિયાળ, સાંસદ, ભાવનગર

અહીંથી શક્ય છે વિકાસની આંતરરાષ્ટ્રિય ઉડાન
ભાવનગર એરપોર્ટને ચારે તરફ ઘણું બધુ વિસ્તારી શકાય તેમ છે અને વિસ્તારવાની જરૂર પણ છે આ માટે અમે રાજ્ય સરકાર સમક્ષ 400 એકર જમીન ફાળવવાની માંગણી કરી છે. આ માંગણી સ્વીકારવામાં આવે તો ભાવનગર એરપોર્ટ પર ઘણું બધું કરી શકાય તેમ છે. અહીંથી વિકાસની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી શકે તેમ છે. પરંતુ ભાવનગર એરપોર્ટમાં ક્રમશ: ફલાઇટો વધારવામાં આવે તે જરૂરી છે. પેસેન્જરોની સંખ્યા પણ એ પ્રમાણે વધવી જોઇએ. પછી બધુ જ શક્ય છે.
> પ્રમોદકુમાર ઠાકરે, એરપોર્ટ ડાયરેકટર, ભાવનગર.