• Gujarati News
  • Bhavnagar University. Increased In The Colleges, But Also To Professors?

ભાવનગર યુનિ.માં કોલેજો વધી, પણ અધ્યાપકો નહીં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે મહારાજા કુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.નો ૩૬માં વર્ષમાં થશે પ્રવેશ : હવે વહીવટી અને શૈક્ષણિક ગુણવત્તા અભિયાન આવશ્યક :માત્ર બે જ વર્ષમાં ૩૪ કોલેજો-ભવનો વધ્યાં

૨૪ મે, ૧૯૭૮નો એ દિવસ સમગ્ર ભાવનગર માટે યાદગાર બની રહ્યો કારણ કે આ દિવસે ભાવનગર યુનિ.નુ અલગ અસ્તિત્વ રચાયું. પોતાની સ્થાપના બાદના ભરયુવાનીના વર્ષોમાં આગેકદમ ભરી રહી છે. આ યુનિ.માં હવે કોલેજો અને ભવનો તો લગભગ પર્યાપ્ત માત્રામાં છે પણ હવે વધુ જરૂર છે યુનિ.ના વહીવટના સુધારણાની અને ખાસ તો શૈક્ષણિક સુધારણાની. આજે ૨૪મી મેના દિવસે આ માટેનો સંકલ્પ ગ્રહણ કરવો એ આજના સમયની માંગ છે. અન્યથા યુનિ.ની દશા અને દિશા વધુને વધુ બગડતી જશે. છેલ્લાં બે જ વર્ષમાં યુનિ.માં નવી ૩૦ કોલેજો શરુ થઇ છે અને ૧૪ પીજી સેન્ટર શરુ થયા છે. યુનિવર્સિ‌ટીમાં કોલેજો તો વધી પણ અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓની ૪૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે.

૧૯૯૭ બાદ યુનિ.માંવિદ્યાર્થી‍ઓ, નવી કોલેજો અને ભવનોની સંખ્યા દર વર્ષે ઉત્તરોત્તર વધતી રહી છે. જો કે વચ્ચે કેટલાક કૌભાંડો તેમજ બારોબાર પરીક્ષા આપવાની ગેરરીતિઓથી છબી થોડી ઝાંખી પડી હતી. પણ બાદમાં યુનિ.એ બી ગ્રેડનુ નેકનુ એક્રેડિટેશન મેળવ્યુ તેમજ મોટા ભાગની કોલેજોએ પણ નેકનુ પ્રમાણપત્ર મેળવ્યુ છે. હવે કોલેજોએ શૈક્ષણિક અને યુનિ.માં વહીવટી ગુણવત્તા સુધારવાની તાતી જરૂર છે.

આજે યુનિ.માં ૯૪ કોલેજો અને ૩૪ પીજી ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. ઇ.સ.૨૦૧૦માં યુનિ.માં ૨૦ પીજી સેન્ટર અને ૬૪ કોલેજો કાર્યરત હતી. આમ, છેલ્લાં બે જ વર્ષમાં યુનિ.માં કોલેજો અને ભવનોની સંખ્યા ૮૪થી વધીને ૧૨૮ના આંકને આંબી ગઇ છે.

આજે યુનિ.માં ચાર કોલેજ યુનિ. સંચાલિત છે, જ્યારે ૧૬ કોલેજ સરકારી/ગ્રાન્ટેડ કોલેજ છે તેમજ ૭૪ કોલેજો સેલ્ફ ફાયનાન્સ છે. તેમજ ૩૪ પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરો કાર્યરત છે. ઇ.સ.૨૦૧૦ સુધીમાં સમગ્ર યુનિ.માં ૪૬ સેલ્ફ ફાયનાન્સ કોલેજ હતી તે આજે ૭૪ છે. એટલે કે બે જ વર્ષમાં નવી ૩૦ સ્વ નર્ભિ‌ર કોલેજો શરુ થઇ છે. જેમાં બીબીએ અને બીસીએ કોલેજો મુખ્ય છે.

હવે શું ?
’ શિક્ષણ પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવી
’ યુનિ.માં પ્લેસમેન્ટ સેલને વધુ સક્ષમ અને કાર્યરત કરવુ
’ શૈક્ષણિક સંશોધન પ્રત્યે રૂચિ જાગે તેવા પ્રયત્નો કરવા
’ કોલેજોમાં શૈક્ષણિક સુવિધાઓ વધારવી
’ પૂરતી લાયકાતવાળા શિક્ષકોની જ ભરતી થાય તે જોવું
’ સગાવાદ કે જ્ઞાતિવાદથી દુર રહી સૌ કોઇએ યુનિ.નો વિકાસ કરવો
’ યુનિ.માં રોજગારલક્ષી અભ્યાસક્રમ શરુ કરવા પ્રાધાન્ય આપવુ
’ પ્રવેશ પ્રક્રિયાથી લઇ પરીક્ષા પ્રક્રિયામાં પુરતુ ધ્યાન આપવુ