ભાવનગર-બાન્દ્રા ટ્રેનને લીલી ઝંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સુવિધા| દર રવિવારે મુંબઈ જવા ભાવનગરથી પ્રસ્થાન કરશે
-મુંબઈથી સોમવારે ઉપડી મંગળવારે સવારે ભાવનગર પહોંચશે


ભાવનગર: છેલ્લા ઘણા સમયથી લોકોને જેનો ઇન્તજાર હતો તે ભાવનગર-બાન્દ્રા સાપ્તાહિક ટ્રેનનો આજ રવિવારથી પ્રારંભ થયોછે. સાંજે 5/30 કલાકે સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે તેને સૈા પ્રથમવાર લીલીઝંડી અપાઇ હતી. 22 ડબ્બાઓવાળી આ ટ્રેન હવે દર રવિવારે ભાવનગર અને દર સોમવારે મુંબઈથી રવાના થશે.

રેલવે સુત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રેલ પ્રશાસન દ્વારા 2014/15ના બજેટમાં જાહેર થયેલી ગાડી નંબર 19204/19203 આજથી શરૂ થઇ છે. આજ રોજ ભાવનગર સ્ટેશન ખાતે આ ટ્રેનને વિધિવત્ રીતે ભાવનગર વિભાગના રેલ પ્રબંધક સોનવીરસિંહ વગેરે અધિકારીગણની ગરિમામય ઉપસ્થિતિમાં સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા લીલીઝંડી આપીને ટ્રેનને રવાના કરાઇ હતી.

ગાડી નં. 19204 હવે પછી દર રવિવારે સાંજે 5/30 કલાકે ભાવનગરથી ઉપડશે અને સોમવારે સવારે 7/35 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. જ્યારે ગાડી નં. 19203 દર સોમવારે બપોરે 1/15 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને મંગળવારે સવારે 6 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ગાડીમાં 22 ડબ્બાઓ જોડાશે.