• Gujarati News
  • Bhavnagar Spin Enthusiasm To Celebrate A Birthday Today

આજે ભાવેણાનો જન્મ દિવસ ઉજવવા અનેરો ઉમંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તા.૧૩ મેને સોમવારે ભાવનગરનાં ૨૯૧માં જન્મદિવસની ઉજવણી સમગ્ર ભાવનગર શહેરમાં ઉજવણીનો અનેરો ઉમંગ-ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ભાવેણાના જન્મદિનની ઉજવણી માટે છેલ્લાં બે વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી તા.૧૩ને સોમવારે અખાત્રીજના પર્વે ઉજવણીના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તો નગરજનો પણ પોતાના ભાવ-નગરના જન્મ દિનની ઉજવણી માટે પૂરા તૈયાર થઇ ગયા છે. શહેરની વિવિધ બજારોમાં વેપારીઓ દ્વારા દુકાનો,પેઢીઓ અને શો-રૂમોને રોશનીથી શણગારાશે. આ ઉપરાંત અખાત્રીજના પર્વે તમામ ભાવેણાવાસીઓ પોતાના ઘરને આસોપાલવના તોરણોથી શણગારી ભાવેણાના હેપ્પી બર્થ-ડેની ઉજવણી કરવા આતૂર થયા છે.
ભાવનગરના જન્મ દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તા.૧૩ મેને સોમવારે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષની જેમ આ વષ ર્ે પણ સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગરના જન્મ દિવસની યાદગાર ઉજવણી થશે. જેમાં સોમવારે રાત્રે શેઠ કન્સ્ટ્રકશન ગ્રુપના સહકારથી ઘોઘા ગેઇટ ચોકમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એ-વન અમરલાલ બેકર્સ રેડસ્ક્વરે કેક શોપ દ્વારા ભાવેણાના બર્થ-ડેની ઉજવણી રુપે કેક કાપવામા આવશે.લોક ડાયરામાં જાણીતા પાશ્ર્વગાયક અવિંદભાઇ બારોટ, ગાયક અનીલભાઇ વકં ાણી તથા અન્ય કલાકારો તથા સાજીંદામાં રઘુ રમકડુ, લક્કી, રસીક રાઠોડ સંગત આપશે.

ભાવેણાના ઉજ્જવળ ઇતિહાસ, ભાવેણાના રાજવી પ્રાત: સ્મરણીય કૃષ્ણકુમારસિંહજીની દિલેરી સહિ‌તની વાતોને પણ કલાકારો લોકભોગ્ય ભાષામાં રજૂ કરશે.ભાવનગરના ઇતિહાસમાં
આ એક નોંધપાત્ર અને અનોખો ડાયરો હશે.

આ ઉપરાંત જીતુભાઇ ફટાકડાવાળા નિમેષભાઇ તરફથી સોમવારે સાંજે ઘોઘાગેઇટ ચોકમાં આતશબાજી કરવામાં આવશે. તો ભાવનગર વિશ્વ હિ‌ન્દુ પરિષદ સાથે રહી સાંજના સમયે ભીડભંજન મહાદેવ ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ વર્ષે ભાવનગરના ૨૯૧માં જન્મ દિવસ નિમિત્તે શહેરની મુખ્ય બજારોમાં વેપારીઓ દ્વારા રોશનીથી શણગારવાના આયોજન વેપારી એસો. દ્વારા થઇ રહ્યાં છે.

આ ઉપરાંત જુદાજુદા વેપારીઓ, પેઢીઓ તેમના શો-રૂમ, દુકાનોને પણ શણગારશે. અખાત્રીજના પર્વે તમામ ભાવેણાવાસીઓ પોતાના ઘરને આસોપાલવના તોરણોથી શણગારશે. તો ઘરે-ઘરે રોશનીના શણગાર માટે પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.

ભાવ વંદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવણી
ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૩ને સોમવારે અખાત્રીજના દિવસે ભાવનગરના જન્મ દિન નિમિત્તે સવારના ૯ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી જશોનાથ મંદિર ખાતે ઉજવણી કરાશે. જેમાં આગામી વેકેશન દરમિયાન વિદ્યાર્થી‍ઓ ઘરે બેઠા ચિત્રકામ કરી ભાવનગરના મહાનુભાવોના ચિત્રો દોરે તે હેતુથી ૧૦૦૦ બાળકોને કલર બોક્સ વિનામૂલ્યે આપવામાં આવશે. મહારાજા કુષ્ણકુમારસિંહજીના ફોટો વિનામૂલ્યે અપાશે. લેખક વિનોદ સૂત્રધાર લિખિત ભાવનગરના ઇતિહાસનો વિશેષાંક ટોકન દરે આપવામાં આવશે. જરુરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થી‍ઓ સ્વનર્ભિ‌ર બની શકે અભ્યાસ કરી શકે તે માટે વિનામૂલ્યે એકાઉન્ટની ટ્રેનિંગ આપવામાં આવશે તેમ ટ્રસ્ટના અજિતસિંહ વાજાએ જણાવ્યુ છે.

ગેલેક્સી મીડિયામાં ડાયરા સહિ‌તના કાર્યક્રમો લાઈવ દર્શાવાશે
સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સોમવારે ડાયરો, આતશબાજી અને મહાઆરતીના કાર્યક્રમો ભાવનગરના જન્મ દિવસ નિમીત્તે યોજાવાના છે તે તમામ કાર્યક્રમો સોમવારે રાત્રે ૯.૩૦ કલાકથી ગેલેક્સી મિડીયા ચેનલ પર લાઈવ દર્શાવાશે. આ ઉપરાંત યુ ટયુબ પર ગેલેક્સી મિડીયા ભાવનગર અને ફેસબુક પર ગેલેક્સી ૨૪ મિડીયા પર આ કાર્યક્રમ નિહાળી શકાશે.

નગરજનોને શુભેચ્છા પાઠવતા સાંસદ, ધારાસભ્યો અને મેયર
તા.૧૩ને સોમવારે અખાત્રીજનું પર્વ છે. તે આનંદની વાત છે. આથી પણ વિશેષ આનંદની વાત એ છે કે આ પર્વે ભાવનગરનો ૨૯૧મો જન્મ દિવસ છે. આ દિવસને ભાવેણાવાસીઓ અનેક કાર્યક્રમો યોજી ઉજવી રહ્યાં છે ત્યારે સાંસદ રાજુભાઈ રાણા, ધારાસભ્યો વિભાવરીબેન દવે અને જીતુભાઈ વાઘાણી તેમજ મેયર સુરેશભાઇ ધાંધલીયાએ શહેરના પ્રથમ નાગરિકની રૂએ તમામ નગરજનોને આ દિવસની ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.