ભાવનગર-સોમનાથનો ૧૯ કિ.મી. રસ્તાનો નેશનલ હાઇ-વેમાં સમાવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગુજરાતના કુલ ૯૦ કિ.મી.ના રસ્તા રાષ્ટ્રીય ધોરી માર્ગ તળે તબદીલ

ભાવનગર : કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા ગુજરાતના ૯૦ કિ.મી.ના ત્રણ રાજ્ય ધોરી માર્ગનો રાષ્ટ્રીય ધોરી માર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રસ્તાઓ નિયમીત રીતે મરામત કરાવવા અને રાજ્ય સરકારનું રસ્તાઓનું ભારણ ઓછુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ૯૦ કિ.મી. લાંબા રાજ્ય ધોરી માર્ગનો રાષ્ટ્રીય ધોરી માર્ગ તળે સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં ભાવનગર-સોમનાથ વચ્ચેના દીવ, ઉના, દેલવાડા, માંડવીના ૧૯ કિ.મી. રસ્તાને નેશનલ હાઇ-વેમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરાંત વલસાડમાં ઉદવાડા રેલવે સ્ટેશન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની ચેકપોસ્ટ નજીકના કારમાલીને જોડતા ૧૨.૮ કિ.મી.નો રસ્તો, તથા મહારાષ્ટ્ર-ગુજરાતના વાયા સાગબારા, દેડિયાપાડા, નેત્રંગના પ૯.૪ કિ.મી.નો રાજ્ય સરકાર હસ્તકનો રસ્તો નેશનલ હાઇવે ઓથોરિટી તળે તબદીલ કરવામાં આવ્યો છે.

આમ ગુજરાતના ૯૦ કિ.મી. રસ્તાઓ રાજ્યમાંથી કેન્દ્રને હસ્તાંતરીત કરવામાં આવ્યા છે અને તેની મરામતની જવાબદારી હવેથી કેન્દ્ર સંભાળશે. હાલના તબક્કે ગુજરાતમાં કુલ ૩૮૭૦ કિ.મી.ના રસ્તા છે, તે પૈકી ૨૦૪૦ કિ.મી. રસ્તા કેન્દ્ર સરકારના ફંડની મદદથી રાજ્ય દ્વારા સારસંભાળ રાખવામાં આવે છે. ૧૮૩૦ કિ.મી.ના રસ્તા સંપૂર્ણપણે નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડીયા તળે છે, જેની દેખરેખ તેઓ દ્વારા કરવામાં આવે છે. વડોદરા-મુંબઇ વચ્ચે બની રહેલા એક્સપ્રેસ હાઇ-વેને વેગ આપવા માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ટૂકડીની રચના કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે.