તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર શહેરને સરકારે કચરાયુકત ગામડું બનાવી દીધું છે : કોંગ્રેસ પક્ષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પૂર્વના ધારાસભ્યએ મુખ્યમંત્રીને માતા ગણાવતા કોંગીએ માતાને તમામ દીકરા સમાન રાખવા જણાવ્યુ
ભાવનગરના પૂર્વના ધારાસભ્ય વિભાવરી દવેએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતની પ્રજાની 'પાલક માતા’ તરીકે ગણાવ્યા છે તે મુદ્દાને ઉઠાવી શહેર કોંગ્રેસ દ્વારા માતાને તમામ દિકરા સમાન હોય તો ભાવનગરને સાવકો દિકરો ગણી અન્યાય કરવામાં કેમ આવે છે ? તેવો પ્રશ્ન ઉભો કર્યો છે. શહેર કોંગ્રેસ પક્ષના પ્રવકતા અક્ષય ઓઝાએ જણાવ્યુ હતુ કે ભાવનગર પ્રત્યે હંમેશા ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે. ભાવનગરના તુટેલા રસ્તા, હાઇવે, ડેવલપમેન્ટ પ્લાન લોકોને તકલીફ પડે તેવા મંજુર કરાયા, કેરોસીન-રેશનનો પુરતો જથ્થો મળતો નથી.
પાણી, એસટી બસસ્ટેન્ડ અદ્યતન બનાવવા સહિ‌તના મુદ્દાઓ ઉઠાવી આ પ્રશ્ને પૂર્વના ધારાસભ્યને ઢંઢોળવાનો પ્રયાસ કરાયો છે. ભાવનગરને નમુનેદાર શહેર બનાવવાના બદલે નાદાર અને કચરાયુકત ગામડુ બનાવી દેવામાં આવ્યુ છે તેવો આક્ષેપ તેમણે કરેલ છે. ભાવનગરના પૂર્વ ધારાસભ્યએ ભાવનગરને થઇ રહેલા આ અન્યાય બાબતે પણ રજુઆત કરી ભાવનગરના પ્રશ્નો ઉકેલવા જોઇએ તેમ જણાવ્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો