• Gujarati News
  • Bhavnagar City Water Is Not Available, It Is Not A Violation Of Human Rights

ભાવનગર શહેરને પાણી ન મળે તેમાં માનવ અધિકારનો ભંગ નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર વતી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીએ ભાવનગર કોર્ટમાં રજૂ કરેલો જવાબ

ભાવનગર શહેરને પીવાનુ પાણી રાજ્ય સરકાર દ્વારા ઓછુ આપવાના મામલે શહેરના બે ધારાશાસ્ત્રીઓએ માનવ અધિકાર અદાલતમાં દાખલ કરેલા કેસ અંતર્ગત આજે પાણી પુરવઠા ર્બોડના સચિવ મારફત ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા રૂપેશ બંસીસાલ શાહે સચિવ વતી જવાબમાં જણાવ્યુ હતુ કે ભાવનગરને ૪પ.પ૦ એમ.એલ.ડી પાણી આપવાનુ થાય છે પણ ભાવનગર કોર્પોરેશન દ્વારા શેત્રુંજી ડેમમાંથી વધારાનુ પાણી મળતુ થયુ છે અને પાણી પુરૂ પાડવાના ક્ષમતા પણ વધી હોય વધારાના પાણીનો જથ્થો ભાવનગરને આપવામાં આવે છે તે ઓછો કરી અન્યત્ર આપી દેવામાં આવેુ છે. આમ, આજે કોર્ટ સમક્ષ સરકારે ભાવનગરને ઓછુ પાણી આપવાના મામલે દોષનો ટોપલો ભાવનગર કોર્પોરેશન પર ઢોળ્યો હતો. રૂપેશભાઇ શાહે વધુમાં કોર્ટ સમક્ષ જણાવ્યુ હતુ કે ભાવનગરના લોકોને પાણી નથી મળતુ તેમાં માનવ અધિકારનો કોઇ ભંગ થતો નથી. અદાલતો પણ આવી તકરારો સાંભળી શકતી નથી.

આ ઉપરાંત વધુ પાણી કેમ નથી અપાતુ તેનો કોઇ તર્કબદ્ધ ખુલાસો રજૂ કરવાના બદલે દોષનો ટોપલો ભાવનગર મ્યુ.કોર્પો.ની માથે નાખ્યો હતો. આ ઉપરાંત રાજકોટને ૧૬પ એમ.એલ.ડી.પાણી સામે ભાવનગરને માત્ર ૧૭.પ એમ.એલ.ડી.પાણી જ આપવાનો પા.પુ.ર્બોડનો કરાર છે તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા ભાવનગરને કરાતા અન્યાય સંબંધેની હકીકકત જે અરજદારોએ જણાવેલી તેનો પણ આડકતરી રીતે સ્વીકાર પણ કરર્યો હતો.આ કેસમાં હવે તા.૩૧ મે,૨૦૧૩ની મુદ્દત રાખવામાં આવી છે.