• Gujarati News
  • Bhavnagar City Of Ready Markets For Renewable Trtiya

અક્ષય તૃતિયા માટે ભાવનગર શહેરની બજારો તૈયાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૭ વર્ષ બાદ આવ્યુ મહામુહૂર્ત : બજારમાં ભારે ઉમંગ -ઉત્સાહ

કોઇ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે અક્ષય તુતિયાનો દિવસ સર્વ શ્રેષ્ઠ ગણાય છે. સુખ, સંપત્તિ અને સર્વ કલ્યાણની કામના માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. આ વર્ષે સોમવારે અક્ષય તુતિયા ના પર્વે અમુત સિદ્ધિ યોગ બને છે તેમ પં.પી.એન.ચોબેએ જણાવ્યુ છે. તેઓએ જણાવ્યુ હતુ કે ૨૭ વર્ષ પહેલા ૧૨ મે, ૧૯૬૮ના દિવસે આવો યોગ રચાયો હતો. અક્ષય તુતિયા ના પર્વે શુભતા જોતા આ વખતે ધન તેરસની જેમ જ અક્ષય તૃતિયાના પર્વે સોના-ચાંદીની ખરીદીમાં ભીડ જોવા મળશે. વળી આ વખતે લગ્ન સિઝનની ધૂમ હોવાથી ખરીદી વધુ જામશે.

અક્ષય તૃતિયાના દિવસે સૌથી વધુ સોના-ચાંદીની ખરીદી રહેશે. આ એક પરંપરા છે. આ ધ્યાનમાં રાખી શહેરની શરાફ બજારમાં વિશેષ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. હવે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોય અખાત્રીજે વેચાણમાં ૨૦થી ૨પ ટકાનો વધારો થવાની વકી છે. આથી જ જ્વેલરી અને ડાયમંડના શો-રૂમ તેમજ મોટા વેપારીઓ વિશેષ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ભેટ યોજનાઓ લાવ્યા છે.

નવા પ્રોજેક્ટ બજારમાં મુકાશે...
અખાત્રીજના દિવસે ભાવનગરની બજારમાં રિયલ એસ્ટેટ બજારમાં નવા-નવા પ્રોજેક્ટ મુકવામાં આવશે. આ પર્વે ફ્લેટના બુકિંગ પર આકષક ઓફરો આપવામાં આવશે. કપડા માર્કેટમાં પણ નવી ઓફરો મુકવામાં આવશે.

ગ્રાહકો માટે વિશેષ છૂટ...
આ પર્વે ખરીદી કરનારા ગ્રાહકો માટે વિશેષ છૂટ આપવામાં આવશે. જેમાં શહેરના મોલ પણ બાકાત નથી. અમુક હજાર રૂપિયાથી વધુની ખરીદી પર રૂા.પ૦૦થી લઇ રૂા.૯૯૯ની છૂટ આપવામાં આવશે. તો સોનાની ખરીદીમાં પણ ભેટ તેમજ રોકડની છૂટ આપવામાં આવશે.

શ્રેષ્ઠ યોગ બપોર સુધી...
આ દિવસે બપોર સુધી આ સર્વ સિદ્ધિ શ્રેષ્ઠ યોગ હોવાથી બપોર સુધી સોના-ચાંદી, રિયલ-એસ્ટેટ, વાહન, નવા સાહસ, ગૃહ ઉપયોગી સામાન ખરીદી વિ.માં ભારે ભીડ જોવા મળશે.