ભાવેણાના જન્મદિનની યાદગાર ત્રિ-વિધ ઉજવણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સાંજે ઘોઘાગેઈટમાં આતશબાજી અને વિશાળ કેક કાપીને ભાવેણાવાસીઓનું પોતાના શહેરને બર્થ-ડે વિશ : રાત્રે લોક ડાયરાએ રંગત જમાવી

દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ઉપક્રમે ભાવનગરના ૨૯૧માં જન્મદિવસનીત્રિ-વિધ કાર્યક્રમ સાથે યાદગાર ઉજવણી થઇ હતી. આ ઉજવણી અંતર્ગત આજે સાંજે ઘોઘાગેઈટ ચોકમાં માનવમેદની વચ્ચે વિશાળ કેક કાપીને ભાવનગરની જનતાએ બર્થડે વિશ કર્યું હતું. આ સમયે ફટાકડાની આતશબાજીથી આકાશ ઝળહળી ઉઠયું હતું. તો રાત્રે લોક ડાયરાએ રંગત જમાવી હતી. સાંજે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શેઠ કન્સ્ટ્રકશન, જીતુભાઇ ફટાકડાવાળા નિમેષભાઇ અને અમરલાલ બેકર્સ-રેડ સ્ક્વેરનો સહયોગ સાંપડયો હતો.

આગળ વાંચો... ભાવનગર થયું 290 વર્ષ જૂનું....

ભાવેણાના કલ્યાણ અને સુખાકારી માટે ભીડભંજનમાં મહાઆરતી યોજાઇ