રંઘોળા સ્કૂલમાં ભાવાંજલિનો અનોખો કાર્યક્રમ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રંઘોળા સ્કૂલમાં ભાવાંજલિનો અનોખો કાર્યક્રમ યોજાશે
-કાર્યક્રમમાં તાલુકા જિલ્લાના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે
રંઘોળાના વતની અને આહિ‌ર સમાજ તેમજ જાહેર જીવનના અગ્રણી સ્વ. બાલાભાઇ ડાયાભાઇ ડાંગરની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે સ્વ.ની યાદમાં રચાયેલા મેમોરીયલ ટ્રસ્ટ તરફથી એલ.ડી. પટેલ હાઇસ્કુલ ખાતે ૧૧મી નવેમ્બરના રોજ રાત્રીના ૯ કલાકે ભાવાંજલિનો અનોખા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ છે.
મિત્રની મુરાદને ભેરૂઓની ભાવવંદના તરીકે દર વરસે અપાતી સ્મરણાંજલિમાં ચાલુ સાલ બાલાભાઇ ડાયાભાઇ ડાંગર મેમોરીયલ ટ્રસ્ટે સ્ત્રી શકિતકરણના ભાગરૂપે શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરેલ ઉમરાળા તાલુકાની મહિ‌લાઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમાં સ્ત્રી સશકિતકરણ માટે પ્રયત્નશીલ ભાવનગર જિલ્લાના અન્ય ટ્રસ્ટોનુ પણ સન્માન કરાશે. આ પ્રસંગે સમાજ અને શિક્ષણના વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા વિશે માર્ગદર્શન અપાશે.
પ્રાંસલા આશ્રમના સ્વામી ધર્મબંધુજીના અધ્યક્ષ સ્થાને અને રંઘોળા ભાવનાથ મહાદેવના મહંત સ્વામી દલપતગીરીજીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં તાલુકા જિલ્લાના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. જામજોધપુરના સાંઇકૃપા ગૃપ દ્વારા તૈયાર કરાયેલ દીકરી વ્હાલનો દરિયો લઘુનાટિકા પણ આ પ્રસંગે રજુ કરાશે. ટ્રસ્ટી મંડળના પ્રમુખ રમેશભાઇ મેંદપરા, ઉપપ્રમુખ નારણભાઇ ડાંગર અને મંત્રી જગદીશભાઇ ભટ્ટ સહિ‌તના આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.