• Gujarati News
  • Bhalamam Kaliyaroni Tankers Thirst Chipavava Support

ભાલમાં કાળિયારોની તરસ છીપાવવા ટેન્કરોનો સહારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રિય ઉદ્યાન સહિ‌ત આસપાસમાં દૈનિક ૧પ૦૦૦ લીટર પાણીથી કુંડીઓ ભરવી પડે છે : મહિ‌ના પછી વધુ વિકટ સમસ્યાના એંધાણ

સર્વત્ર પાણીનો પોકાર સાંભળવા મળી રહ્યો છે. ત્યારે તેમાંથી ભાલ પંથક પણ બાકાત નથી રહ્યો, અહીં રાષ્ટ્રિય ઉદ્યાન કાળિયારોની વસ્તી માટે ખ્યાતનામ છે. પણ હાલની પરિસ્થિતિ જોતા કાળિયારોને પાણી માટે ટેન્કરોનો સહારો લેવો પડે છે. દૈનિક ૧પ૦૦૦ લીટર પાણીથી વન ખાતા દ્વારા ભાલમાં ઉભા કરાયેલા પોઇન્ટો એટલે કે કુંડીઓ ભરવામાં આવી રહી છે.

હાલમાં તંત્રનું ટેન્કર એક અને એક ખાનગી ટેન્કરનો સહારો લેવાઇ રહ્યો છે. જોકે, હાલની પરિસ્થિતિને તો તંત્ર પહોંચી વળ્યું છે. પણ આગામી એકથી દોઢ માસ પછી ભારે વિટક પ્રશ્ન સર્જા‍વાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાલ પંથકમાં ખારુ પાણી હોવાથી મીઠા પાણીનો પ્રશ્ન દર ઉનાળે સતાવી રહ્યો છે. પરિણામે ન છૂટકે પૈસા ખર્ચીને પણ મીઠા પાણી માટે દૂરથી ટેન્કર મંગાવવા પડે છે. આવી પરિસ્થિત ચોમાસા સુધી સર્જા‍યેલી રહે છે.

પરવાળિયો , વેગડ નદી આર્શીવાદરૂપ
ભાલ પથંકમાં ૩૪.પ૨ ચોરસ કિલો મિટર વિસ્તારમાં રાષ્ટ્રિય ઉદ્યાન વિકસેલું છે. જેમાંથી પરવાળિ અને વેગડ નદી આર્શિ‌વાદરૂપ બની રહી છે. આ સિવાય પણ અલંગ નદીના વહેણ અને વલભીપુર માઇનર કેનાલના લીધે અમુક વિસ્તારમાં પાણી ભરાયેલું રહે છે. જેના લીધે કાળિયારો તેમજ અન્ય પ્રાણી અને પશુઓ પીવા માટે પાણીનો ઉપયોગ કરે છે.

૪પ૦૦ કાળિયારો કરે છે ભાલમાં વિહાર
કાળિયાર પ્રજાતિ વિશષ્ટિ ઐતિહાસિક અને ધાર્મિ‌ક મહત્વ ધરાવે છે. જે ટોળામાં વસવાટ કરે છે. સને. ૧૯૭૬માં રાષ્ટ્રિય ઉદ્યાન અસ્તિત્વમાં આવ્યું. હાલમાં ઉદ્યાનમાં ૨૦૦૦ આસપાસ અને બહારના ભાગમા ૨પ૦૦ જેટલા કાળિયારો વસવાટ કરતા હોવાનો અંદાજ છે.

ખેતાખાટલી તરફ પાણીની વધુ જરૂર
ભાલના સુકા વિસ્તારમાં અડધા ભાગમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જા‍ઇ છે. જેમાં ખાસ કરીને ખેતા ખાટલી, ગણેશગઢ બાજુ પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. જેમ- જેમ પાણીની જરૂરિયાત પડતી જાય તેમ તેમ વ્યવસ્થા પણ વધારવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિ સામાન્ય છે. તેમ છતાં આગામી મહિ‌ના પછી થોડી વધુ પાણીની જરૂર પડશે.
ડી.પી.વાઘેલા, ઇન્ચાર્જ આરએફઓ