ભાદરવા સિવાયના દિવસોમાં પણ શ્રાદ્ધના અનેકવિધ યોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
- ભાદરવા સિવાયના દિવસોમાં પણ શ્રાદ્ધના અનેકવિધ યોગ
-
ધાર્મિક | પિતૃઓને પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ
-
દર મહિ‌ને અમાસ-પૂનમ, હેમંત-શિશિર ઋતુમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી વિ. દિવસોમાં શ્રાદ્ધ કરી શકાય

ભાવનગર : સમગ્ર વિશ્વ મેષ રાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે. સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે.જો કે ભાદરવા સિવાય પણ શ્રાદ્ધના અનેક યોગ વર્ષમાં આવે છે. જેમાં શ્રદ્ધાથી શ્રાદ્ધ કરો તો સારૂ ફળ મળે છે.ભાદરવા મહિ‌નાની પૂનમથી અમાસ સુધીમાં આવતા શ્રાદ્ધ પક્ષને પર્વણી શ્રાદ્ધ કહેવાય છે. આ દિવસોમાં પિતૃઓને પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવાનું અનેરું મહત્ત્વ છે.
સમગ્ર વર્ષ દરમિયાન પણ ઘણા દિવસો એવા હોય છે કે જે દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા મેળવી શકાય. દર મહિ‌નાની અમાસ-પૂનમ, હેમંત-શિશિર ઋતુમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી, ઉત્તરાયણ, દક્ષિણાયન, સૂર્યનું મેષ-તુલા રાશિમાં સંક્રમણ અને સૂર્ય-ચંદ્રગ્રહણ જેવા દિવસોમાં શ્રાદ્ધ કરાવવાથી વિશષ્ટિ ફળ મળે છે ઉપરાંત દ્રવ્યલાભ થાય. વ્યતિપાત, છાયાયોગ તથા જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે શ્રાદ્ધ કરી શકાય છે.
ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે.
વાંચો આગળ, શ્રાદ્ધ પર્વમાં દૂધ એક ઉત્તમ ઔષધી ....