તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા એસ.ટી.સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ પાલિતાણા એસ.ટી. સ્ટેન્ડ ઘણું વિશાળ જગ્યામાં છે. પરંતુ અહીં પેસેન્જરો ટોયલેટ, પીવાના પાણી લાંબા રૂટની બંધ થયેલ એસ.ટી. ચાલુ કરવા વિગેરે સુવિધા માટે મુસાફરો ઝંખી રહ્યાં છે. યાત્રાધામ પાલિતાણા શહેરનો વિકાસ દિન - પ્રતિદિન વધી રહ્યો છે અને અનેક ક્ષેત્રે સારી પ્રગતિ થઇ રહી છે. પરંતુ પ્રવાસી યાત્રાળુ માટે એસ.ટી. સ્ટેન્ડમાં અપુરતી સુવિધાને લઇ પરેશાની ભોગવી રહ્યાં છે. જૈનોનું મોટુ તર્થિધામ હોય અનેક દેરાસરો પાલિતાણામાં હોય અહી નિયમિત પ્રવાસીઓ ટ્રેન માર્ગે મોટા પ્રમાણમાં એસ.ટી.માં આવતા હોય છે.

જયારે અહીંના એસ.ટી. સ્ટેન્ડમાં લેડીઝ, જેન્ટસ ટોયલેટ બદ્દતર હાલતમાં છે. અહીં સાફ સફાઇના અભાવે ગંદકી જોવા મળે છે. તેમજ ડ્રાઇવર કન્ડકટરોને લોંગ ટીપથી આવતા હોય આરામ કરવા માટે ઉપર આરામ ગૃહ છે પરંતુ ખંડેર જેવી સ્થિતિ છે. જેમાં છત ઉપર ગાબડા પડી ગયેલ છે. તેમજ નીચે પાણી ભરાય છે. જેથી ડ્રાઇવર, કન્ડકટર આરામ કરી શકતા નથી તેમજ નીચે પેસેન્જરોને બેસવાના બાકડા ઉપર પણ પાણી પડે છે. જયારે પીવાના તેમજ વાપરવા માટેના પાણીની સુવિધા નથી. જયારે લાંબા રૂટની અનેક એસ.ટી. બસો ઘણા જ સમયથી બંધ છે.

- મેદાન ઓળંગીને પાણી પીવા જવું પડે છે...

એસ.ટી. સ્ટેન્ડની અંદર પાણીનું પરબ છે. પરંતુ ઘણા જ સમયથી બંધ હાલતમાં છે. જેથી ગેઇટની પાસે આવેલ પાણીના પરબે મુસાફરોને આખુ ગ્રાઉન્ડ ઓળંગીને જવું પડે છે. જે મહિ‌લાઓ, વૃદ્ધો, નાના બાળકો માટે મુશ્કેલીરૂપ થઇ પડે છે. જયારે પેસેન્જરો માટે ટોયલેટ, ઠેર ઠેર ગંદકી તેમજ લાંબા અંતરના બસ રૂટો પણ લાંબા સમયથી બંધ છે.