• Gujarati News
  • Bambhaniya Totana Landlord Does Not Have Any Explosive Goods

બાંભણિયામાં ટોટાના વિસ્ફોટક સામાનનો કોઇ ઘરધણી થતો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બાંભણિયામાં ટોટાના વિસ્ફોટક સામાનનો કોઇ ઘરધણી થતો નથી
-અગાસીમાંથી બિનવારસી ૩૯ જીલેટીન સ્ટીક, પ૧ ડીટોનેટર જપ્ત
મહુવા તાલુકાના બાંભણિયા ગામે અગાસીમાંથી બિનવારસી હાલતે કુવામાં ફોડવાના ટોટામાં વપરાતા વિસ્ફોટનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ જથ્થો તા.૧લી નવે.ના બરામત કરાયો હતો.
સુરત વસતા અને ભાંભણિયામાં રહેતા ભવાનભાઇ સીસારાદિવાળીના તહેવારો નિમિત્તે વતનમાં આવ્યા હતા. ઘરની સાફ સફાઇ કરતા અગાસીમાં વિસ્ફોટક પર્દાથહોવાની જાણ થતા ખુંટવડા પોલીસને જાણ કરાઇ હતી. જેની સ્થળ તપાસ કરાતા કુવામાં ટોટા ફોડવામાં વપરાતા ૩૯ નંગ જીલેટીન અને પ૧ નંગ ડીટોનેટર ઝડપાયા હતા.તેમ પીએસઆઇ શેખએ જણાવ્યું હતું. આ જથ્થો બીનવારસી હાલતે કબ્જે કરાયો હતો.
જોકે, આ વિસ્ફોટ ખેડૂતો કુવા ગાળવા ખરીદે છે. પણ આસપાસમાં કોઇ આ જથ્થો પોતાનો હોવાનું સ્વીકારતું નથી.
પરિણામે પોલીસને અન્ય શંકાઓ જન્મી રહી છે. કે આ જથ્થો આવ્યો કયાંથી ,તેનો શું ઉપયોગ કરવાનો હેતુ હોઇ શકે, વિગેરે બાબતો ધ્યાનમાં રાખીને ડીએસપીના માર્ગદર્શન તળે આ વિષયમાં તપાસ કરવા ટીમ બનાવવામાં આવી હોવાનું એસ.ઓ.જી. ના પી.આઇ. એમએન ચાવડાએ જણાવ્યું હતું.