તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં ચામડીના દર્દીઓમાં ૨પ ટકાનો વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આહારમાં નિયમન, કડવા રસનું સેવન, ન્હાવામાં લીમડાના પાણીનો ઉપયોગ જરૂરી

ચોમાસાની ઋતુનુ આગમન થયા બાદ શહેર અને જિલ્લામાં પાણી જન્ય રોગચાળાની સાથો-સાથ ચામડીના દર્દી‍ઓની સંખ્યા પણ ૨૨થી ૨પ ટકા જેટલી વધી ગઇ છે. આ ઋતુમાં દૂષિત પાણીને કારણે અનેક પ્રકારના રોગો વકરે છે જેમાં એક છે ચામડીના રોગ.આ સિઝનમાં ચર્મરોગોનુંપ્રમાણ વધે છે અને આ રોગોમાં શકય એટલી વહેલી તકે નિદાન અને સારવાર કરાવવી જરૂરી હોય છે.

ચોમાસાની ઋતુમાં પાણીથી ખાસ કરીને માખી-મચ્છરનો ફેલાવો વધવા પામે છે જયાં-ત્યાં ખાડા-ખાબોચીયામાં પાણી ભરાવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં ગડગુમંડનો રોગ શરીરમાં જોવા મળે છે આ રોગથી શરીરમાં ગુમડાનું પ્રમાણ વધે છે. શરીર પર જો ચોખ્ખાઈ રાખવામાં ન આવે તો તેનું પ્રમાણ આગળ વધવા પામે છે બીજા પ્રકારનો રોગ તે ખરજવાનો છે આ ખરજવાનો રોગ ચોમાસામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ખરજવા પણ બે પ્રકારના હોય છે એક લીલા ખરજવા અને સુકા ખરજવા ચોમાસાની ઋતુમાં સુકા ખરજવા હોય તે લીલા થઈ જાય છે. આ ખરજવાનો વહેલીતકે ઈલાજ કરાવવો આવશ્યક હોય છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને મચ્છર-જીવજંતુના લીધે આ પ્રકારનાં રોગો વધારે ફેલાય છે.

ચામડીને લગતા રોગોને અટકાવવા માટે તાકીદના પગલા લેવાય તે આવશ્યક છે. અન્યથા આ રોગો મટવામાં લાંબો સમય લે છે.આ સિઝનમાં વરસાદના રાઉન્ડમાં દરરોજ કે કટકે-કટકે વરસાદ પડતો હોય છે ત્યારે તબીબી ઉપચારો જ કરવા ઉંટવૈદુ કરો તો સરવાળે મોટી કિંમત ચૂકવવી પડે છે. આવા ચોમાસાની રોગચાળાની ઋતુમાં યોગ્ય વીટામીનવાળો અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ આમ ચોમાસાની ઋતુ દરમિયાન ચામડીનાં રોગો થી બચવા માટે પુરતા ઉપાયો કરવામાં આવે તો પાણીજન્ય રોગોથી બચી શકાય છે. આહારમાં નિયમન કરવુ,કડવા રસનું સેવન કરવુ,હળવો રેચ લેવો,ન્હાવામાં લીમડાના પાણીનો ઉપયોગ કરવો તેમજ બહેનોએ કપડા ધોવામાં જલદ સોડાનો ઉપયોગ ટાળવો.

- આ સિઝનમાં લાઇફ સ્ટાઇલ બદલવી જરુરી

ચોમાસાને લીધે ચર્મરોગીઓની સંખ્યામાં ૨૨થી ૨પ ટકા જેટલો વધારો થાય છે. આ સિઝનમાં હવામાં ભેજને લીધે સામ પિત્ત ઉત્પન્ન થાય, વાયુનો પ્રકોપ પણ વધે જેથી શરીરે ખંજવાળ આવે પિત્તને કારણે શિળસ થાય. આ સિઝનમાં બહારનો ખુલ્લો,વાસી ખોરાક કે તળેલુ ખાવાથી ચર્મવિકાર વધે છે. ખાસ કરીને શિળસ,ધાધર,ચામડીની ખંજવાળ,ચકામા,ચામડી લાલ થવી,ગુંમડા થાય છે. આ સિઝનમાં ગ્લિસરીનયુક્ત સાબુ વાપરવો હિ‌તાવહ છે. કરંજનુ કે તોના તેલની માલીશ સારા પરિણામ આપે છે. પંચનિંબ ચૂર્ણ, ખદીરાદીરિષ્ઠ વિ હિ‌તકારી છે. મૂળા, કાકડી અને તેલ-મરચાનો ઉપયોગ ઓછો કરવો. ગરમ અને તાજો ખોરાક ખાવો અને પેટ ભરીને ખાવુ નહી. ડો.ઉમાકાંત જોષી, આયુર્વેદાચાર્ય