ભાવનગર: સગીરાએ પ્રેમસંબંધની ના પાડતા જીવતી સળગાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગામના જ શખ્સે 10 દિવસ પૂર્વે પ્રેમ સંબંધ ન બાંધે તો મારી નાખવાની ધમકી આપેલ
-
ધોલેરાના મીંગળપુર ગામની ઘટના

ભાવનગર : મીંગળપુર ગામે રહેતી સગીરાના ઘરમાં મોડી રાત્રે ઘૂસી આજ ગામના શખ્સે સગીરા પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી નાસી છુટવાની ઘટનાએ ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર સગીરાને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવી છે જયાં તેની સ્થિતિ ગંભીર બતાવાય છે. મીંગળપુર ગામે રહેતા કોળી પટેલ પરિવારની સગિરાએ આજ ગામમાં રહેતા વિક્રમ કમાભાઇ સોલંકી વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વિક્રમે દસેક દિવસ પૂર્વે તેણીને ધાકધમકી આપી પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યુ હતુ. અને જો તેમ નહીં કહે તો સગીરાને કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવા અથવા ઝેરી દવા પીવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ સગીરાને વિક્રમની વાત અને ધમકી ન માનતા ગીન્નાયેલા વિક્રમ કમા સોલંકીએ ગત મધરાત્રે સગીરાના ઘરમાં ઘૂસી ફળીયામાં સુતેલી સગીરા પર કેરોસીન છાંટી જીવતી સળગાવી નાસી છુટયો હતો. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલ સગીરાને સારવારાર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તેની હાલત નાજુક બતાવાય છે.