• Gujarati News
  • Although The District Tens Of Thousand Primary Teachers Pay Half The Mass Vityo Landless

અડધો માસ વિત્યો છતાં જિલ્લાના દસેક હજાર પ્રાથમિક શિક્ષકો પગાર વિહોણા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાની પંચાયત હસ્તકની ૧૦૬૬ જેટલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૧૦ હજાર જેટલા શિક્ષકોને ફેબ્રુઆરી માસના ૧૬ દિવસ વિત્યા છતાં આ માસમાં તા.૧થી પ સુધીમાં મળવાપાત્ર પગાર ગ્રાન્ટની ગરબડના કારણે હજુ સુધી મળ્યો નથી. આવતી કાલે રવિવાર હોય હવે આગામી સોમવાર સુધી પગાર થાય તેવા કોઇ એંધાણ પણ નથી.

છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકોના પગાર અનિયમિત થઇ ગયા છે. કાળઝાળ મોંઘવારીના આ યુગમાં દર મહિને પગારની નિિશ્ચત રકમમાંથી પોતાના પરિવારનો ઘરખર્ચ ચલાવતા માટે આ મોડા થતાં પગારને કારણે મહિનાનું આર્થિક બજેટ ડામાડોળ થઇ જાય છે. અત્યારે જયારે બેન્કોમાં રોજે રોજનું વ્યાજ ગણતરીમાં લેવાય છે ત્યારે આ મોડા પગારથી શિક્ષકોકોને વ્યાજમાં મોટી ખોટ સહન કરવી પડે છે. આમ છતાં છેલ્લા ઘણા સમયથી પગારમાં અનિયમિતતા નિયમિત રીતે થતી રહી છે. આથી શિક્ષકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યા છે.

વિધા સહાયકોની સ્થિતિ સૌથી કફોડી

ભાવનગર જિલ્લા પંચાયતની શાળાઓમાં ફિકસ પગારથી ફરજ બજાવતા વિધા સહાયકોની હાલત સાવ કફોડી થઇ જાય છે. આમ છતાં છેલ્લા ઘણા સમયથી પગારમાં અનિયમિતતા નિયમિત રીતે થતી રહી છે. માત્ર રૂપિયા પ૩૦૦ના માસિક ફિકસ વેતનમાં ગ્રામ્ય કક્ષાએ શિક્ષક તરીકે ફરજ બજાવતાં આ વિધાસહાયકોને આ મોંઘવારીમાં મોડો પગાર વિધા સહાયકોના પરિવારમાં રોજે રોજના જીવન નિર્વાહના પ્રશ્નો ખડા કરે તે તદ્દન સ્વાભાવિક છે.