ભાવનગરમાં બહેનો સાથે TDOનાં ગેરવર્તનનો આક્ષેપ, કલેકટરને રજૂઆત કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદ્ધતાઈએ વટાવી હદ: આશા વર્કરો અપમાનિત થતા રોષ
ભાવનગર-ઘોઘાના આશા હેલ્થ વર્કર બહેનોની બેઠકમાં મહિલા ટીડીઓના વર્તન સામે ડી.ડી.ઓ., કલેકટરને રજૂઆત કરાઇ
ભાવનગર: ભાવનગર તથા ઘોઘા તાલુકાના આશા હેલ્થ વર્કરોની યોજાયેલી બેઠકમાં ભાવનગર તાલુકા િવકાસ અધિકારીએ આશાવર્કર બહેનો સાથે અશોભનીય ભાષામાં જેના ઘરે શૌચાલય નથી તેઓને ટાંકીને ‘તમોને જાહેરમાં જ શૌચાલય જવાનું ગમે છે... ઘરેણા વહેંચીને પણ શૌચાલય બનાવવા જોઈએ. તમારે ઘરેણા પહેરી કોને દેખાડવા છે...’ જેવા ટીકાસ્પદ શબ્દો કહ્યા હોવાના આક્ષેપ સાથે ગુજરાત આશા હેલ્થ વર્કર યુિનયન દ્વારા ડીડીઓ-કલેકટરને રજૂઆત કરી હતી.
ગુજરાત આશા હેલ્થ-વર્કર યુિનયન દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ ભાવનગર અને ઘોઘા તાલુકાના 300 જેટલા આશા હેલ્થવર્કરોની ગત તા.26ના રોજ યોજાયેલી મિટીંગમાં ટી.ડી.ઓ. પલ્લવી બારૈયાએ ગ્રામ્ય વિસ્તારમાં હેલ્થ વિભાગની અતિ કપરી કામગીરી બજાવતી આશા હેલ્થવર્કરોને પી.એમ. અને સી.એમ.ના શૌચાલયના કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા આશા વર્કરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.જ્યારે મમતા દિવસના એક દિવસનું માત્ર રૂા.25 જ મહેનતાણું ચુકવાતું હોવાની બહેનોની રજૂઆત કરતા ટી.ડી.ઓ. ઉશ્કેરાઈ જઈ ‘તમને ન પોસાય તો નોકરી છોડી દયો... તમે નકામા છો, તમારી કોઈજ વેલ્યુ નથી. તમને કશુંજ આવડતું નથી. હું 25 હજારની તમારા જેવાઓની મિટીંગમાં આવવા જ માગતી નહી હોવાનો આક્ષેપ કરી અપમાનીત કરતા ગુજરાત આશા હેલ્થ વર્કસ યુિનયને ડી.ડી.ઓ., કલેકટર અને રાજ્યકક્ષાએ રજૂઆત કરી હોવાનું યુનિયનનાં પ્રમુખ અરૂણ મહેતાએ જણાવ્યું છે.
વાતને વિકૃત બનાવી છે
આશા હેલ્થ વર્કરોની બેઠકમાં બહેનો સાથે કોઈ અશોભનીય ભાષામાં વાત નથી કરી. વાત િવકૃત બનાવી રજૂ કરાઈ છે. સરકારની શૌચાલયની પ્રાયોરિટી સમજાવી હતી. તેમજ વેતન ચુકવવામાં અસંતોષ હતો પરંતુ રજૂઆતકર્તાઓને ખુદને ક્યું વેતન તેની જાણ ન હતી.
> પલ્લવીબેન બારૈયા, ટી.ડી.ઓ. ભાવનગર